Total Visitor: 1,198,477
Added Words: 1,096

પ્રસ્તાવના

પ્રસ્તાવના

સ્વામી આનંદના લેખનવાચનકાળ દરમ્યાન જૂના અને સચોટ અભિવ્યક્તિવાળા; પણ આજના ગુજરાતીઓના વપરાશમાંથી મોટે ભાગે લુપ્ત થયેલા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો વગેરેનો, તેમણે ખુબ ચીવટ અને ખંતથી સંગ્રહ કર્યો. આ સામગ્રી એક વીતેલા જમાનાના લોકજીવનને લગતી, એમની રહેણીકરણી, વ્યવસાયો, કસબકારીગરી તેમ જ તેમની વિવિધ ખાસિયતોની તાસીરને લગતી છે. સ્વામીજીએ એકત્ર કરેલી તળપદી અને લોકબોલીની આ સામગ્રી સાચે જ, એક મોંઘી જણસ છે. અને તેમને માટે આપણા અતરમાં ને અહોભાવ પ્રગટાવનારી છે. આજે આવું કામ કરનારા બહુ ઓછા છે. જો કે ભીલીબોલીનાં, ચૌધરીબોલીનાં આવાં કેટલાંક કામ થયાં છે ખરાં અને પુસ્તકાકારે છપાયાં પણ છે.

લોકકોશના માધ્યમ દ્વારા આ મોંઘી જણસ અમે આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેમાં એમના પુસ્તક 'જૂની મૂડી'ના બધા જ શબ્દો, રૂઢિપ્રયોગ અને કહેવતોનો સમાવેશ કરવાને બદલે, એમાંના જે જે શબ્દો ગુજરાતીલેક્સિકોનના ડેટાબેઝમાં ના હોય તેનો જ સમાવેશ કર્યો છે જેથી તે બેવડાય નહીં.

આશા છે કે સૌ ભાષાપ્રેમીઓને આ શબ્દ–ખજાનો રસપ્રદ અને ઉપયોગી નીવડે.