Total Visitor: 1,198,470
Added Words: 1,096
No Word Word Meaning
1 -ને માથે ભૂંગળું ભાંગ્યું હોવું અનિવાર્ય હોવું, જેના વિના કામ અટકી પડે એવા મહત્ત્વના હોવું
2 -વ -ઓ; ગુજરાતીમાં નામના અને ક્રિયાપદ આજ્ઞાર્થના બહુવચન સૂચવનારા પ્રત્યય 'ઓ' ને બદલે વપરાતો; છોકરાવ : છોકરાઓ; જાવ : જાઓ
3 અગરાજ કરવું તજવું, તજવાની પ્રતિજ્ઞા લેવી
4 અઘરણીનાં પગલાં બહુ ધીમે ચાલવું
5 અઘળપઘળ અવ્યવસ્થિત, ઠેકાણા વગરનું
6 અઘાટિયો હરામી (૨) મસાણનાં વસ્ત્ર, ઘડો, લાડવો વગેરે લેનાર મસાણિયો
7 અછોલાં લાકડાનાં ચીરાડિયાં, છોડિયાં
8 અજબ તેરી દુનિયા, અજબ તેરા ખેલ છછૂંદર કે સરમેં ચમેલીકા તેલ નાલાયક માણસને મોટી સંપત મળવી
9 અજ્ઞાની ને ઊંટ બચકું ઝાલ્યું મૂકે નહિ મુખ થકું અજ્ઞાની, નાસમજ માણસ સમજાવ્યો સમજે નહિ, લીધી વાત મેલે નહિ
10 અજાણતલ ન જાણનારો, અબુધ
11 અજાણપ અજ્ઞાન
12 અડણ મુંજની દોરીઓ વણનારો, પંજાબની કોમનો માણસ
13 અડણશાઈ ગુરુ ગોવિંદના સમયમાં સ્થપાયેલો સેવાદારોનો એક પંથ
14 અડવોશા ભવાઈમાં વાણિયાનો વેશ
15 અડાજૂડ ઘીચ
16 અડાઝૂડ ઘીચ
17 અણપૂર્યા અધૂરા રહેલા
18 અણભેપદ અભયપદ, મુક્તિ
19 અણમાનેતી રાજાની તેને ન ગમતી રાણી
20 અણમાળે નિકટપણે, વચ્ચે કશા અંતર વિના