No |
Word |
Word Meaning |
1 |
અલ્લાઈ ગાવડી |
રાંક સ્વભાવનું માણસ |
2 |
અવાયું પડવું |
-ની ઉપર ભુખાળવાની જેમ તૂટી પડવું |
3 |
આદર કરવા |
ડાંગર ક્યારી માટે રોપ તૈયાર કરવા સારુ પસંદ કરેલી ધોરાંની (ઊંચાણવાળી) જમીન ઉપર સૂકું છાણ, સૂકાં પાન, ઝાંખરાં વગેરેની છ થી નવ ઇંચ જાડી પથારી કરી જમીન પર પડેલાં બી વગેરે કચરું બાળી મૂકવું તે, થાણા-કોંકણ |
4 |
આંખના રતન આથમ્યાં, હવે તો અંધારી રાતે કાળુડી કૂતરીય ભળાતી નથી |
બહુ સારી આંખવાળું માણસ પોતાની આંખ લગારેક નબળી પડે તોપણ બેચેન થઈ જાય તેનો સૂચક ઉદ્ગાર |
5 |
આંખ્યું ઓડે જવી |
અતિકષ્ટવાળી સ્થિતિ વેઠવી (૨) રાહ જોઈ જોઈને થાકવું. ('ઓડ્ય' તે ગરદનનો પાછલો ભાગ) |
6 |
આંતરડાંની ગાંઠ્યો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઈ ગઈ |
અતિકષ્ટ વેઠીવેઠીને રંડવાળ્ય ડોશી કે સમજુ માબાપે પોતાના ફરજંદ, દોતરાં-પોતરાંને મોટાં કરવા પાછળ જાત ઘસી નાખી તે વ્યક્ત કરવા સારુ વપરાય છે |
7 |
ઉછીઉધારાં કરવાં |
કરજ વગેરે કરીને જેમતેમ કામ ચલાવવું, જેમતેમ કરીને ગુજારો ચલાવવો કે ખરચ પૂરો કરવો |
8 |
ઉપાડો લેવો |
કંકાસ ઊભો કરવો; માથાભારે થઈને કોઈને હેરાન-પરેશાન કરી મૂકવું |
9 |
કંઈ લગન વયું જાય છે? |
શી ઉતાવળ છે? કંઈ લગ્નમુહૂર્ત વીતી જાય છે? |
10 |
કેમ જાણે ચીની ચલાણાંની દુકાનમાં ગોધો |
પોતાની કારવાઈઓથી આજુબાજુનાંને પરેશાન કરનાર |
11 |
કોણ મોસાળ મોટો થ્યો છે? |
મોસાળ ઊછર્યો હોય ને સૌનું, બલકે ગામ આખાનો લાડકો હોય તેથી તે લાડમાં સૌ પર શિરજોરી કરે. એવા માથાભારેની સામે પડકારરૂપ આ પ્રશ્ન છે |
12 |
ગધાડી ઝાલવી |
ગુનો, અપરાધ કરવો (૨) ખોટા આરોપ સામે પ્રોટેસ્ટ કરવામાં વપરાય છે : 'ભાઇ, મેં તારી શી ગધાડી ઝાલી છે?' |
13 |
ઘોડા વાળતા થવું |
માંદગી પછી તદ્દન સાજાસારા અને શક્તિવાળા થઈ જવું |
14 |
ચાંદે ચાંદ કરવી |
કોઈની હા એ હા ભણવી |
15 |
છપ્પનિયાનું રાંકું |
ભિખારું; વિ.સં. ૧૯૫૬માં (ઈ.સ. ૧૯૦૦માં) દેશમાં મોટો દુકાળ પડેલો ને ત્યારના ભૂખે કંતાઈ ગયેલા ભિખારી જેવો |
16 |
જેને દૂધે દીવા બળે |
બહુ ઘટ્ટ દૂધ દેનારી ગાય |
17 |
જેને પેશાબે દીવો બળે |
ખૂબ જ વગદાર વ્યક્તિ |
18 |
જોડે કે સામે બાકરી બાંધવી |
મોટા સામે બાથ ભીડવી |
19 |
ટાંટિયાનાં પાણી નીચોવવાં |
પગનાં પાણી ઉતારવાં, ખૂબ થકવી નાખે તેવો - તેટલો શ્રમ કરવો (ખાસ કરીને ચાલવાનો કે આંટા-ફેરાનો) |
20 |
ટૅલ કરવી |
માંદાની કે એકલડોકલ અપંગ, લાચારની ચાકરી, સંભાળ, માવજત કે ટાંપુંટૈયું કરવું |
|