Total Visitor: 1,198,036
Added Words: 1,096
No Word Word Meaning
21 ટહેલ કરવી માંદાની કે એકલડોકલ અપંગ, લાચારની ચાકરી, સંભાળ, માવજત કે ટાંપુંટૈયું કરવું
22 ઢેબા ઢીબી નાખવા ઢેબા એટલે રોટલા; રોટલા ટીપવા; બાઢા શેકવા' એમ પણ બોલાય છે
23 તરકના ઉતારા જેવું અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત
24 તને ચમાર ફાડે ગાયને દેવાતી ગાળ
25 તલવાર તાતી કરવી તલવાર સજ્જ કરવી (૨) યુદ્ધની તૈયારી કરવી
26 તાક ઉપર મૂકવું અભરાઈએ ચડાવવું, ઉપેક્ષા કરવી, ભૂલી જવું, પરવા ન રાખવી
27 તારો મરે 'તારો ધણી મરે.' (બળદને હાંકતાં દેવાતી ગાળ)
28 તેજ વેરતી આંખો ખૂબ તેજસ્વી પ્રભાવશાળી આંખો
29 દાણે દાણે મોતાદ અન્નાન્ન દશા, ખાવાના વાખા
30 દુ:ખીના દાળિયા ખૂબ દુ:ખી થવું
31 દેદો ફૂટવો મૂઆ પાછળ રોતાંકૂટતાં નાની છોકરીઓને શીખવવા સારુ પડેલો રિવાજ
32 દેશનો પ્રજાદેહ બાંધવો દેશની પ્રજાને અસ્મિતા, શક્તિ, સ્થિરતાવાળી ઘડવી
33 ધીંગી વિનોદવૃત્તિ સચોટ ને નીરોગી, ડંખીલી નહિ તેવી વિનોદવૃત્તિ
34 ધૂળ ને ઢેફાં નિરુપયોગી કે અર્થહીન વસ્તુ, વાત કે સંજોગ
35 ધૂળમાં લીટા નિષ્ફળ પ્રયત્ન
36 ધૉડાધૉડીનો જમાનો વધુપડતી પ્રવૃત્તિનો જમાનો
37 ધૉડિયો, દૂબળો, કૂંકણો, વારલી, કાથોડી સુરત, વલસાડ, થાણા જિલ્લાની આદિવાસી કોમો
38 નંદવાઈ ગયેલી દુનિયા ભાંગેલા મનોરથનું સૂચક
39 -ને માથે ભૂંગળું ભાંગ્યું હોવું અનિવાર્ય હોવું, જેના વિના કામ અટકી પડે એવા મહત્ત્વના હોવું
40 પાઈનું કે ફદિયાનું કરી મેલવું ભોંઠા પાડી દેવું, આબરૂ પાડી નાખવી