Total Visitor: 1,198,423
Added Words: 1,096
No Word Word Meaning
61 મારે કૂલે કરમ છે એવાં એને કપાળેય નથી મારી નબળી સ્થિતિ એની સારી સ્થિતિ કરતાં ચડિયાતી છે
62 મીણો ભણવો હાર કબૂલવી
63 મીણો ભણાવવો જેર કરવું
64 મુજરા ભરવા કુર્નેસ કરવી, સલામ ભરવી
65 મૂઓ થતો છો મરતો; એને કરે તેમ કરવા દો, છો એનાં માઠાં પરિણામ ભોગવે
66 મોઢામાં નાખતાવેંત ગોરગોર થઈ જાય તેવું ખસ્તું, ફરસું (ગોર : છાણનો ભૂકો, તેવું થાય તેવું)
67 રૂ તો ઊજળું જ છે, પણ તે અંદર જતું રહ્યું છે માણસ સારો હોવા છતાં પરિસ્થિતિ વિકટ થઈ પડતાં તેનું સાચું મૂલ્યાંકન ન થઈ શકે તેવી સ્થિતિ સૂચવવા સારુ
68 રૂંઝ્યું ઢળવી સંધ્યાકાળનો સમય થવો
69 રૂંઝ્યું વળવી રૂંઝ્યું ઢળવી
70 લાસામાં લોટવું, લીસામાં લોટવું અત્યંત સહેલાઈથી કોઈ કામ કરી નાખવું; લાપસીમાં લીટા કરવા
71 લાંબી કસે ધવરાવવું અણખૂટ વાયદા કર્યે જઈને માગનરને થકવી મૂકવો
72 લીમડા મઢ્યું ઘર લીમડાની ઘટાઓથી વીંટળાયેલું ઘર
73 વરુનો સૂરજ સાઇબીરિયામાં ચંદ્રને વરુનો સૂરજ કહે છે-વરુ રાતે બહાર નીકળે છે તે માટે
74 વાડ્ય ઠેકવી મનસ્વીપણે વર્તવું, સમાજની માન્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, ઉચ્છૃંખલ, નિરંકુશ વર્તન, સ્વૈરાચાર
75 વાડ્યમાં પડ્યા ઊછરવું લાલનપાલન વગર, કુદરતી ક્રમે ઊછરીને મોટા થવું, રામભરોસે ઊછરવું : 'ગરીબનાં છોરુ વાડ્યમાં પડ્યાં ઊછરે.'
76 વિધાત્રા મળી હશે વિધાતાએ લખ્યું હશે, છઠ્ઠીના લેખ લખતી વેળા નક્કી કર્યું હશે તે મુજબ જ થશે. (છોકરાછોકરીની સગાઈની વાટાઘાટ વેળાએ બે પક્ષનાં માણસો વચ્ચે વપરાતો રૂઢિપ્રયોગ)
77 શીંગડાં માંડવાં સામા થવું
78 સદાવ્રતી સંત સાધુબાવા, અતીત અહ્યાગતને ભોજન કે સીધું આપવાનો નિત્યનિયમ કે વ્રત પાળનાર જગ્યાધારી સંત કે મહંત
79 સાંસતો રે' સબૂર કર
80 સુનકું ધાવું સોલો ઊઠવો, ધૂન ચડવી (કદાચ હિન્દી 'સનક' ઉપરથી)