| No | Word | Word Meaning | 
               
                  | 41 | પાલર પાણી ઉતારવું | પાલર એટલે વરસાદનું પાણી ઉતારવું. શેરડી, છાસઠિયા, કે રજકા પર વરસાદનું પાણી પડ્યા પછી ત્રણચાર દિવસે કૂવાનું પાણી પાઈ દેવું. તેથી આ બધાંનો ઉગાવો જોર પકડે છે. ચોમાસુ શાકભાજીનું પણ પાલર પાણી ઉતારવું પડે છે | 
               
                  | 42 | પ્રેમને આંખ નહિ | પ્રેમ જોતો વિચારતો નથી | 
               
                  | 43 | ફાટી મૂઓ | સ્ત્રીના મોઢાની એક ગાળ-રોયો, પીટ્યો જેવા અર્થની | 
               
                  | 44 | ફાટેલ પિયાલાનો | ફાટેલ મગજનો, દારૂડિયો | 
               
                  | 45 | ફૂટતી મૉરી | ફૂટતી મૂછના દોરા; ઊગતી જુવાની | 
               
                  | 46 | બઠા કાન કરીને સાંભળવું | કાન માંડીને, સરખા કરીને સાંભળવું | 
               
                  | 47 | બંદૂકોની ધાણી ફૂટવી | સામસામી બંદૂકોની ગોળીઓ વરસવી | 
               
                  | 48 | બાંધ્યે મીંઢળ | તાજું પરણેલું, હજુ કાંડાનું મીંઢળ પણ ન છૂટ્યું હોય એવી અવસ્થા | 
               
                  | 49 | ભજનરૂપી ભોજન ને વાણીરૂપી પાણી | જેનાથી આત્મા તૃપ્ત થાય | 
               
                  | 50 | ભોંયે લેવું | મરણકાળે મરતાને છાણે લીંપેલી ભોંયે ઉત્તર તરફ માથું ને દક્ષિણ બાજુ પગ રહે તેમ સુવાડીને મુખે ગંગાજળ દેવાં, રામનામ સંભળાવવાં વગેરે વિધિ | 
               
                  | 51 | મનમાં પરણવું ને મનમાં રાંડવું | શેખચલ્લીના કે કાલ્પનિક મનસૂબા ઘડવા | 
               
                  | 52 | મરે એનાં | એનાં બધાં સગાંવહાલાં મરી જાય એવી ગાળનો ઉદ્ગાર | 
               
                  | 53 | મલક બધો | આમપ્રજા, પ્રજાસમોહ, લોકસમુદાય | 
               
                  | 54 | મલોખાંનો મહેલ કે માંડવો, મલોખાંની સાંઢણી | તદ્દન નિર્બળ ને અલ્પજીવી | 
               
                  | 55 | મંત્રી કારવીને | મંત્રપ્રયોગ કરીને, મંતર મારીને | 
               
                  | 56 | માખણમાંથી મોવાળો ખેંચાઈ આવે એમ જીવ નીકળી જવો | લેશમાત્ર શ્રમ વિના કાર્ય સિદ્ધ | 
               
                  | 57 | માણું મીઠું કરવું | બાળકને પાછળ પીઠ પર બેસાડી 'એ-માણું-મીઠું લેવું છે?' એમ બોલતાં ફેરવવું | 
               
                  | 58 | માથે પાણી નાખવું | લાંબી માંદગીમાંથી ઊઠેલ માણસને નવરાવવું, તે પ્રસંગે કાંઇક ભેટ દેવી | 
               
                  | 59 | મામલે માટી | કજિયાટંટા કે ધીંગાણાના બનાવ વખતે મરદ હોય તે | 
               
                  | 60 | મારા જીઆનું | જીવને વહાલું (વહાલની ગાળ રૂપે ઝાલાવાડમાં ખેડૂત-કારીગર વર્ગમાં પ્રચલિત) | 
              
               
                  | 
                        
                     |