Total Visitor: 1,198,077
Added Words: 1,096
No Word Word Meaning
1 અલ્લાઈ ગાવડી રાંક સ્વભાવનું માણસ
2 અવાયું પડવું -ની ઉપર ભુખાળવાની જેમ તૂટી પડવું
3 આદર કરવા ડાંગર ક્યારી માટે રોપ તૈયાર કરવા સારુ પસંદ કરેલી ધોરાંની (ઊંચાણવાળી) જમીન ઉપર સૂકું છાણ, સૂકાં પાન, ઝાંખરાં વગેરેની છ થી નવ ઇંચ જાડી પથારી કરી જમીન પર પડેલાં બી વગેરે કચરું બાળી મૂકવું તે, થાણા-કોંકણ
4 આંખના રતન આથમ્યાં, હવે તો અંધારી રાતે કાળુડી કૂતરીય ભળાતી નથી બહુ સારી આંખવાળું માણસ પોતાની આંખ લગારેક નબળી પડે તોપણ બેચેન થઈ જાય તેનો સૂચક ઉદ્ગાર
5 આંખ્યું ઓડે જવી અતિકષ્ટવાળી સ્થિતિ વેઠવી (૨) રાહ જોઈ જોઈને થાકવું. ('ઓડ્ય' તે ગરદનનો પાછલો ભાગ)
6 આંતરડાંની ગાંઠ્યો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઈ ગઈ અતિકષ્ટ વેઠીવેઠીને રંડવાળ્ય ડોશી કે સમજુ માબાપે પોતાના ફરજંદ, દોતરાં-પોતરાંને મોટાં કરવા પાછળ જાત ઘસી નાખી તે વ્યક્ત કરવા સારુ વપરાય છે
7 ઉછીઉધારાં કરવાં કરજ વગેરે કરીને જેમતેમ કામ ચલાવવું, જેમતેમ કરીને ગુજારો ચલાવવો કે ખરચ પૂરો કરવો
8 ઉપાડો લેવો કંકાસ ઊભો કરવો; માથાભારે થઈને કોઈને હેરાન-પરેશાન કરી મૂકવું
9 કંઈ લગન વયું જાય છે? શી ઉતાવળ છે? કંઈ લગ્નમુહૂર્ત વીતી જાય છે?
10 કેમ જાણે ચીની ચલાણાંની દુકાનમાં ગોધો પોતાની કારવાઈઓથી આજુબાજુનાંને પરેશાન કરનાર
11 કોણ મોસાળ મોટો થ્યો છે? મોસાળ ઊછર્યો હોય ને સૌનું, બલકે ગામ આખાનો લાડકો હોય તેથી તે લાડમાં સૌ પર શિરજોરી કરે. એવા માથાભારેની સામે પડકારરૂપ આ પ્રશ્ન છે
12 ગધાડી ઝાલવી ગુનો, અપરાધ કરવો (૨) ખોટા આરોપ સામે પ્રોટેસ્ટ કરવામાં વપરાય છે : 'ભાઇ, મેં તારી શી ગધાડી ઝાલી છે?'
13 ઘોડા વાળતા થવું માંદગી પછી તદ્દન સાજાસારા અને શક્તિવાળા થઈ જવું
14 ચાંદે ચાંદ કરવી કોઈની હા એ હા ભણવી
15 છપ્પનિયાનું રાંકું ભિખારું; વિ.સં. ૧૯૫૬માં (ઈ.સ. ૧૯૦૦માં) દેશમાં મોટો દુકાળ પડેલો ને ત્યારના ભૂખે કંતાઈ ગયેલા ભિખારી જેવો
16 જેને દૂધે દીવા બળે બહુ ઘટ્ટ દૂધ દેનારી ગાય
17 જેને પેશાબે દીવો બળે ખૂબ જ વગદાર વ્યક્તિ
18 જોડે કે સામે બાકરી બાંધવી મોટા સામે બાથ ભીડવી
19 ટાંટિયાનાં પાણી નીચોવવાં પગનાં પાણી ઉતારવાં, ખૂબ થકવી નાખે તેવો - તેટલો શ્રમ કરવો (ખાસ કરીને ચાલવાનો કે આંટા-ફેરાનો)
20 ટૅલ કરવી માંદાની કે એકલડોકલ અપંગ, લાચારની ચાકરી, સંભાળ, માવજત કે ટાંપુંટૈયું કરવું