Total Visitor: 1,203,979
Added Words: 1,096
No Word Word Meaning
1 અજબ તેરી દુનિયા, અજબ તેરા ખેલ છછૂંદર કે સરમેં ચમેલીકા તેલ નાલાયક માણસને મોટી સંપત મળવી
2 અજ્ઞાની ને ઊંટ બચકું ઝાલ્યું મૂકે નહિ મુખ થકું અજ્ઞાની, નાસમજ માણસ સમજાવ્યો સમજે નહિ, લીધી વાત મેલે નહિ
3 અધરમનાં ફળ અંગારા કરણી તેવી પાર ઉતરણી
4 અહલ્યા દ્રૌપદી તારા, ત્યાંત આમચી ગોદુબાઈ સારા (સારા : સેરવી દો (મરાઠી)) સાત મહાસતીઓનાં નામ સવારે ઊઠીને લેવાય તેમાં અમારી દીકરી ગુદાબાઈનું નામ પણ સેરવી દો એટલે એનું નામ પણ અમર થાય
5 અંતર ઊજળું થાય ત્યારે ઊપરથી શામ પડી જાય સ્વયંભૂ આનંદવાળો માણસ બાહ્ય દેખાવમાં અનાકર્ષક લાગે કે હોય એવી માન્યતા
6 આ જો સૂરજ ને આ જો જૅદ્રથ મોઢામોઢ કરી દેખાડવું, ખુલ્લું જાહેર કરવું, ચક્ષુર્વૈ સત્યમ
7 આંધળીનાં લગનને વઘન ઘણાં પૂરી કમનસીબી સૂચવે છે, 'प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापद'
8 આંબેથી લટક્યો, બાવળમાં લટક્યો સારામાંથી નીકળીને બૂરામાં અટવાવું
9 ઈ દેવ ભાવતો ને સંધાયને ફાવતો ભાવતી વાત માટે દેવીદેવતાઓનું ઓઠું લેનાર માટે વપરાય છે
10 ઈના ઈ ઢાંઢા ને ઈના ઈ વોળાવિયા ને ઈના ઈ ચોર લૂંટરા સંતલસ કરીને ગામતરે જનારને પોતાનું જ વેલડું - બળદ તથા ચોકિયાત ભાડે આપવાની ઑફર કરીને ફ્સાવે ને વાટે લૂંટી લે તેવા કાવતરા માટે વપરાય છે
11 ઊંટવૈદ અપશકનથી આગળા ઊંટવૈદ દરદીનો જાન જોખમમાં નાખે
12 કઢી સાટુ વરો બગાડવો સરસ ન્યાતજમણ કરે પણ પાછળથી કઢી આપવી જોઈએ તેટલી ન કરી હોય ત્યારે ફક્ત કઢી ન કર્યાથી વરો આખો બગાડ્યો એમ કહેવાય. મોટું આયોજન સરસ રીતે પૂરું કરવામાં જરા જેટલી ઊણપ રાખવાથી આખા આયોજનને જશ મળતો અટકે તે
13 કપાળમાં કોઠાં ત્યાં કોનાં જુએ ઓઠાં? અક્કરમીને ઓથઓથારો કશું જ નડે
14 કરિયાવરને કાંઠા ન હોય બેનદીકરી કળોયણ કહેવાય. એને ગમે તેટલું આપીએ તોયે તે થોડું જ ગણાય, કેમ કે પરણીને પરાયા કુળમાં જનારી દીકરીને જૂના સ્મૃતિકારોએ પૈતૃક સંપત્તિના તમામ કાયદેસર હકમાંથી બાતલ કરી હતી. છતાં માબાપને હૈયે દીકરાદીક
15 કાગડો હાડુંકય ન લાવે અંતરિયાળ મરણ, જ્યાંથી વતનનું ગામ એટલું દૂર હોય કે એનું હાડકું કાગડોય ઊડીને વતનમાં ન પહોંચાડી શકે
16 કાવડ ફેરવવી કોઈ ખાટનું છોકરું કે એવું માંદું હોય ત્યારે તે પોતાનું નથી, બીજાનું છે એવો ભાવ ધરીને તેને માટે અન્નવસ્ત્રની ભિક્ષા માંગવા કાવડ લઈને નીકળવું, ફરવું. આમ કરવાથી બાળક બચી જાય એવી શ્રદ્ધા જૂના કાળમાં પ્રચલ
17 કાં ખાય ગોધા, કાં ખાય જોધા રળી આપનાર બળદ અને રક્ષણ કરનાર વીર યોદ્ધાને ખાવાપીવામાં સૌથી વધુના હકદાર ગણવા
18 કિરતારની કળા ને નાળિયેરના પેટમાં પાણી કુદરતનો મહિમા સૂચવતો ઉદ્ગાર
19 કિસીકા બેલ, કિસીકા વેલ્ય, બંદેકા ડચકારા કોઈ કામ કે આયોજનમાં પોતાના ન જેવા ફાળાને મસમોટો દેખાડવો
20 કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એકપણ અતિથિ-આગન્તુક ન સમાય