Gujarati Kehavato
| No | Word | Word Meaning | ||
|---|---|---|---|---|
| 121 | હરાયું મસ્તાન જ હોય | હરાયું ચરી ખાનારું ઢોર મસ્તાન જ હોય, અલમસ્ત જ હોય | ||
| 122 | હરિચંદ્રે પાણી ભર્યાં | સતિયાને કપાળે દુ:ખ જ હોય | ||
| 123 | હાથ જગન્નાથ ને ઘર ગયાને કોઠો | હાથનાં કાંડાં-બાવડાં એ જ જગન્નાથની જાત્રા, ને ઘરાઆંગણું એ જ અડસઠ તીરથ, જાતમહેનતનું ગૌરવ સૂચવવા કહેવાય છે. | ||
| 124 | હાથ પગ ગરમ, પેટ નરમ, સર ઠંડા, ઔર પીછે જો ડાક્ટર આવે, લગાઓ ડંડા | નીરોગી શરીર રાખવા માટે ને નિરોગી છે એમ જાણવા માટે નુસખો આપતું ઉપયોગી જોડકણું | ||
| 125 | હાથીને મણનો લાડુ હોય, મૂડી રાતબ ન હોય | પ્રમાણ સૂચવવા સારુ વપરાય છે | ||
