Total Visitor: 1,210,054
Added Words: 1,096
No Word Word Meaning
81 ભગતનું ભૂંડું નો થાય ભક્ત છે તેનું નુક્સાન કોઈ કરી ન શકે, કેમ કે ગમે તે સ્થિતિમાં એ સંતુષ્ટ હોય તેથી પોતાનું નુકસાન થયું એમ તેને ન લાગે
82 ભૂખ્યા પૂંઠે એકાદશી અછતમાં ઊલટી અછત ઉમેરાય છે. 'દુકાળમાં અધિક માસ,' 'મોળે માવઠું નહિ ને દૂબળું પાવઠું નહિ.'
83 ભેંશ ભેંશ તારી જોડે આવું? મિથ્યાભિમાની માણસ ઍંટનો મર્યો પોતાની નામોશી ઢાંકવા બહાનું કાઢે છે; 'સીંદરી બળે તોય વળ ન મૂકે.', 'જીવરામ ભટાઈ' કરવી
84 ભેંશો થોડી ને હોળાહોળ ઘણી થોડા કામ માટે ઘણી ધાંધલ કરવી, 'ચકલી નાની ને ફરટકો મોટો.'
85 મનોરથ માંધાતાના, રકમ કઠિયારાનાં મહત્ત્વાકાંક્ષા ખૂબ મોટી, પણ એ સિદ્ધ કરવા માટેની લાયકાત ઘણી ઓછી હોવી; એ સિદ્ધ કરવા માટે જે પ્રકારનું જીવન જોઈએ તેથી અવળું જીવન, એવો અર્થ
86 મહાદેવના ગુણ ઉમિયા જાણે; મહાદેવના ગુણ પૂજારી જાણે અંદરની ભેદની જાણ હોય તેને જ હોય; ખરી કીમત એ જ જાણે, બીજા ન જાણે
87 માથે કરવી કોઈને તકલીફ પડે, ભોંઠામણ લાગે, સંકોચ થાય, રુચે નહિ તેવું કાંઈક અયોગ્ય કે યોગ્ય પણ કરવું
88 માથે તલવારનાં તોરણાં સામટી તલવારોનો હુમલો; સામટી આફતો વરસવી
89 માંયલા ગુણ મહાદેવ જાણે અંદરના ભેદની જાણ હોય તેને જ હોય; ખરી કીમત એ જ જાણે, બધા ન જાણે; 'મહાદેવજીના ગુણ ઉમિયા જાણે,' 'મહાદેવજીના ગુણ પૂજારી જાણે.'
90 મીઠાશે મૂડો મળે, કડવાશે કોળિયો ન મળે મૂડો એટલે ૪૦ મણ અનાજ
91 મૂઠી વાવે ને ગાડું લાવે એક બીના હજાર દાણા થાય
92 મૂવા પાછળ મરશિયા મરશિયા એટલે મરેલાની પ્રશસ્તિ; મરશિયા રીતસર ગાવા જોઈએ નીકર 'જોણું, રોણું ને વગોણું' થાય
93 મોઢે મલક આખાની ચોવટ ને નાકે લીંટ બીજાને ઉપદેશ કરવો ને પોતે આચરણમાં મીંડું; મરાઠીમાં 'મી મ્હણતો લોકાલા અન શેબુંડ માઝ્યા નાકાલા.'
94 મોળે માવઠું નહિ ને દૂબળે પાવઠું નહિ અછતમાં ઊલટી અછત ઉમેરાય છે. દૂબળા ઢોરને પાઠે પણ માંસ ન હોય. 'દુકાળમાં અધિક માસ,' 'ભૂખ્યા પૂંઠે એકાદશી.'
95 રંગે રૂડી ને ગુણે કૂડી ગોરી છતાં કુલક્ષણી સ્ત્રી
96 રાઈના દાણા જેવડી વાત રજે રજ વાત. 'એની રાઈના દાણા જેટલીયે વાત મારાથી છાની નહિ.'
97 રાચમાં સારી સાવરણી એક અત્યંત ગરીબ અને સાધનહીન સ્થિતિ સૂચવે છે
98 રેતીમાં બંગલાં બાંધવાં તકલાદી રચના જે ટકોરો વાગતાં જ તૂટીને કકડભૂસ થાય; મલોખાંની મોલાત, મલેખાંનો માંડવો
99 લાખ તકદીર, એક તદબીર અક્કલ કોઈના બાપની નહિ; અક્કલ તકદીરને પલટો લેવરાવી શકે
100 લૂણી ધરોને તાણી જાય વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઊગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી