Total Visitor: 1,127,826
Added Words: 1,096
No Word Word Meaning
61 દાળશાકમાં સૌનો ભાગ ખેડૂત વગેરે ગૃહસ્થાશ્રમી કુટુંબોમાં જૂને કાળે એમ મનાતું કે ઘરમાં દાળશાક વગેરે થયાં હોય તેમાં આડોશીપાડોશી જેને ઘેર દાળશાક કે છાશની ત્રેવડ કે સગવડ ન હોય તે સૌને નકરો રોટલો ન ખાવો પડે તે સારુ તેમાં તેમનો
62 દુકાન વધાવવી સાંજે કે મોડી રાતે ઢાંકોસંઝેરો કરીને દુકાન બંધ કરવી. 'બંધ કરવી' પ્રયોગમાં દેવાળું નીકળવાનો ધ્વનિ હોવાથી તેવો ભાષાપ્રયોગ અપશુકનિયાળ મનાય છે. તી બદલે 'દુકાન વધાવવી' એવો સન્માનસૂચક શબ્દપ્રયોગ પ્રચલિત છે
63 ધનેડાંની ઘોડ્યેં ધાન ખાય ને કાગડાંકૂતરાની જેમ જીવે નઘરોળ માનવીને માટે કહેવાય છે
64 ધાઉશેરી લેવી મોહરમના તાબૂત આગળ મુસલમાન લોકો છાતી કૂટે તે. પેગંબરના હસન-હુસેન નામના બે દોહિતરા કરબલાની લડાઈમાં મરાયા તેના શોકમાં જનાજારૂપે વરસોવરસ કાઢવામાં આવતા તાબૂત આગળ 'યા હુસેન' એવા પોકારોથી શિયા મુસલમાનો રડે ક
65 ધાન ધાન ને પાન પાન દુ:ખી દુ:ખી થઈ જવું, મોટી વિપતમાં પડીને ખુવાર થઈ જવું, અન્નાન દશા
66 ધૂંસળ મૂસળ ત્રાક રવૈયો કન્યાના પિતાને બારણે વર તોરણે આવે ત્યારે ઝૂંસરી, સાંબેલું, રેંટિયાની ત્રાક, અને દહીં વલોવવાનો રવૈયો - એ ચાર જૂના ગૃહસ્થજીવનના મુખ્ય વ્યવસાયોની યાદ પરણવા આવેલ વરને ઠસાવવા કન્યાની મા તરફથી નાના નાના આકા
67 નરસીમે'તે કરતાલ વગાડી ભજન-ભક્તિમાં શરમાવાનું ન હોય; ('નાચન લાગી તબ ઘૂંઘટ કૈસા?' - મીરાંબાઈ) (૨) પોતાની નાદારી નોંધાવવી, ઉપસ્થાન કરવું (હાથ ઊંચા કરવા કે 'જોઈ લ્યો ભાઈ, મારી પાસે કંઈ હોય તો.')
68 નાકની દાંડી, જેમ દીવે શગ્ય માંડી શરીરસૌંદર્યના વર્ણનમાં વપરાય છે
69 નાકમાં આંગળી, કાનમાં સળી મત કર, મત કર, મત કર દાંતે મંજન, આંખે અંજન નત્ય કર, નત્ય કર, નત્ય કર નુકસાનકારક ટેવો ન પાડવાની અને લાભકારક ટેવો પાડવાની શિખામણ આપતું ઉપયોગી જોડકણું
70 નાગરવેલનાં પાન ઉડાડ્યે કાંઈ સાંઢિયા ધરાતા હશે? મોટા અડીખમ આદમીને જમવા બેસાડીને કાગળ જેવી ફુલકાં રોટલી પીરસનારીને ખાનારે આપેલ ઠપકો
71 નામ તો કે' સોનાંબાઈ ને હાથે કથીરનાં કડાં બહારના આડંબર ને દાવાના પ્રમાણમાં ભીતરી લાયકાત ઓછી
72 પાતર જોઈને વાત થાય યોગ્યતા જોઈને વિશ્વાસ મૂકવો
73 પા....વાની પહોંચ નહિ ને તોપખાને નામ નોંધાવવું ગજા ઉપરવટની મહત્ત્વાકાંક્ષા રાખવી
74 પાપીને મન સદા શંકા ગુનેગારને મન હમેશાં પકડાઈ જવાનો ભય રહે
75 પાપિયાના પિતર જેવો કૃશ સુકલકડી માણસ. પાપી માણસ પિતરોનું શ્રાદ્ધ ન કરે, પિંડ ન આપે તેથી તેના પિતૃઓ સ્વર્ગમાં ભૂખ્યા રહી સુકલકડી થઈ જાય તેના જેવો
76 પૂજે તેવાં પાતરાં જૈન સાધુના ખાવાનું વહોરવાનાં લાકડાનાં વાસણ યથાયોગ્ય, જેને જે યોગ્ય હોય તે અપાય
77 ફટ્ય કે'તાં બ્રહ્મહત્યા કાકતાલીય ન્યાય, કાગનું બેસવું ને તાડનું પડવું કે ડાળનું ભાંગવું. અણધારી આફત
78 બાપુની ભેંસને ડોબી નો કે'વાય મોટી કે પ્રતિષ્ઠાવાન વ્યક્તિ કે સંસ્થાની ખામીને ખામી તરીકે ન ઓળખાવાય; એમની હલકી વસ્તુનો ઉલ્લેખ પણ માનપૂર્વક કરવો જોઈએ
79 બીતી તાહિ બિસાર દે, આગે કી સુધ લે ભૂતકાળ યાદ કરીને તેનો વસવસો ન કરતાં હવે પછીની જ ફિકર કરો, એવો અર્થ
80 બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે થાય વહેવારમાં લેખી કરાર કે દસ્તાવેજોની કિંમત મોઢે કરેલી વાતની સરખામણીમાં વધુ એમ સૂચવવા કહેવાય છે. બોલ્યું વિસરાય કે બોલનારો ફરી જાય જ્યારે લખાણ થયું હોય તે ફરી શકે નહિ તેથી કારગત નીવડે એવો અર્થ