| No | Word | Word Meaning | 
               
                  | 41 | ચોરો વાંઝિયો ન રહે | દરેક કાળે, દરેક સમાજમાં નવરા, પારકી પંચાયત અને કૂથલી કરનાર લોકોને કદી અભાવ નહિ થવાનો; તેવા લોકો રહેવાના જ | 
               
                  | 42 | છગનમગન બે સોનાના, પાડોશીનાં પિત્તળનાં, ગામનાં છોકરાં ગારાનાં | પોતાનાં છોકરાં સૌને રૂડાં, પાડોશીનાં મામૂલી, અને ગામના છોકરાં કચરાપટ્ટી જેવાં લાગે એ અર્થ | 
               
                  | 43 | છોટી ઉંમર ને બહોત મનસૂબા | અવાસ્તવ મહત્ત્વાકાંક્ષા, વધુ પડતી મહત્ત્વાકાંક્ષા હોવી | 
               
                  | 44 | જીવતે પાળીશ ને મૂએ બાળીશ | જેને પોતીકું કર્યું તેનું અવ્વલથી આખર સુધી પાલનપોષણ કરવું તે | 
               
                  | 45 | જૂતિયાં ખાઈ પર મખમલકી થીં | હાર ખાવા છતાં તે કબૂલ ન જ કરવાની મનોવૃત્તિ સૂચવે છે; મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી જેવું | 
               
                  | 46 | જેની વાંસે સવામણ સૂતર પલળે | એટલા જનોઈબંધા ભ્રામણોને સૂતક પડે, એટલે કે સ્નાન કરવું પડે, મતલબ કે એટલા વજનની જનોઈઓ જેની પાછળ સ્નાન કરવું પડે તેથી પલળે એવડા કુટુંબજથ્થાવાળો વડીલ | 
               
                  | 47 | ઝાકળ ચાટ્યે તરસ ન છીપે ને આંગળાં ચાટ્યે પેટ ન ભરાય | અતિ થોડું મળ્યે કે કર્યે અર્થ ન સરે એ ભાવ | 
               
                  | 48 | ટેલ (ટહેલ) નાખવી | ચોક્કસ મુદતમાં અમુક માગણી પૂરી કરવાની જાહેર અપીલ કરવી; દેશ કે સમાજસેવાનાં જાહેર કામો માટે ચોક્કસ મુદતમાં ફંડફાળાની નક્કી કરેલી રકમ એકઠી કરવા દેશ કે સમાજના આગેવાન તરફથી જનતાને કરવામાં આવતી જાહેર અપીલ | 
               
                  | 49 | ઠાલાં આવ્યાં ને ભૂલાં ગ્યાં | ફોગટ ફેરો થવો | 
               
                  | 50 | ઠૂંઠને ટીખળ સૂઝે | ઘરડાખખ્ખ માણસને ટીખળવિનોદ કરવાનું મન થાય તે ઠૂંઠ : સુકાઈ ગયેલા ઝાડનું થડ, તેવો વૃદ્ધ માણસ | 
               
                  | 51 | તન દુરસ્તી હજાર નિયામત | પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ ઘરે દીકરા, 
ત્રીજું સુખ તે કોઠિયેં જાર, ચોથું ઘેર સુલક્ષણી નાર | 
               
                  | 52 | તારે માથે ઘીના ઘડા | જોખમ-જવાબદારીમાંથી મુક્તિ હોવી. મરણપરણના વરા અંગે કુટુંબનો વડો વેપારીને ત્યાંથી ઘીના ગાડવા બે પાંચ દસ મંગાવે ને વેપારી મોકલે. આવા ઘડા માથે ઉપાડીને વેપારીને ત્યાંથી માલિકને ઘરે પહોંચાડવા જનાર વૈતરાને ક | 
               
                  | 53 | તાવડી પોરા લ્યે | ઉપવાસ થાય એવો ભૂખમરો | 
               
                  | 54 | તીન લોકએ મથુરા ન્યારી | જેનો ચોકો હંમેશ જુદો રહે તેવું | 
               
                  | 55 | તુમ બી મિસ્તર હમ બી મિસ્તર | લોકશાહીમાં સૌ સરખું, મોટુંનાનું સૌને એક જ વોટનો અધિકાર એવી સમાનતાનું સૂચક | 
               
                  | 56 | તું કાંઈ ટીલું લાવ્યો છો? | વિશિષ્ટ, સ્પેશિયલ હકદાવ, ટ્રીટમેન્ટ કે વહેવારની માગણી કે અપેક્ષા માટે જવાબ. સૌ સરખાં; ટીલાટ-પાટવી, પહેલા ખોળાનું કોઈ નહિ એવો અર્થ | 
               
                  | 57 | તોરણે આવવું | વરનું કન્યાના પિતાને ઘરને બારણે આવી પહોંચવું, જ્યાં કન્યાની મા એનું વિધિપૂર્વકનું સ્વાગત કરે (૨) વ્યંગમાં કોઈને ત્યાં જઈ કશું કામ ન કરનાર અને ખાઈપી ઊંઘનાર કે તડાકા મારનારને ઠપકારૂપે પુછાય છે, 'શું અહી | 
               
                  | 58 | દખસખનાં દસકાદસકી | દુ:ખસુખના દસકા એક પાછળ એક આવ્યા જ કરે, ઓટભરતીની જેમ | 
               
                  | 59 | દાગતર જીવતા જમ | સરખાવો, वैद्यराज ! नमस्तुभ्यं यमराजसहोदर । यमस्तु हर्रात प्राणान वैद्य: प्राणान्धनानि च ॥ | 
               
                  | 60 | દાતારનો સુવાલી | તપતિતિક્ષા કે વૈરાગ્યને કારણે સુકાઈ, ચીમળાઈ, કંતાઈ ગયેલો ફકીર કે ફકીરોની જમાતનો સુકલકડી અને કદરૂપો માણસ. ઉત્તર ગુજરાતમાં મીરાં દાતાર નામે મુસલમાનોનું પ્રખ્યાત તીર્થ છે, તથા જૂનાગઢના ગિરનાર બાજુએ દાતાર | 
              
               
                  | 
                        
                     |