Total Visitor: 1,133,725
Added Words: 1,096
No Word Word Meaning
21 કેડ સમું કામ ને ઢીંચણ સમું ધાન 'દીકરીની મા કહે છે, 'દીકરી ! તને ઢીંચણ સમું ધાન ને કેડ સમું કામ જોઈને આપી છે; કામથી થાકીશ નહિ તો રોટલે કદી ભૂખી નહિ રહે. સવારને પહોર દાતણ કરી, સૂરજનારાયણની વંદના કરીને બેઉ હાથની હથેળી સમું જોવું કે ગઈ
22 કોકડી ન કાંતે તેનો બાપ મરે છોકરીઓએ રેંટિયા પર કમમાં કમ રોજ એક કોકડી જેટલું કાંતવું જ જોઈએ. રોજ ન કાંતવું એ અશુભનું સૂચક ગણાય એવી માન્યતા જૂને 'કાળે છોકરીઓના ઉછેરમાં ગૃહશિક્ષણનો ભાગ ગણાતી. તેવી જ રીતે માથું ઓળાવીને મોં ન ધુવે તો
23 કોશ કાઢીને રાંપ રાખી નુકસાનનો સોદો કર્યો. ખાળે ડૂચા ને દરવાજા મોકળા
24 કોળિયો સોનાનો ખવાડિયેં પણ જોઈએ ઝેરની આંખે સાવધાની પૂરેપૂરી રાખવી તે, આબાદ દક્ષતા. અછોવાનાં કરીએ, પણ પાકી દેખરેખ રાખીએ. ઘરમાં બાળકોની, ખાસ કરીને દીકરીઓની, ઉછેર માટે માબાપો કે વડીલોની શિખામણ માટે કહેવાય છે
25 ક્રોધ કાંટો ને શરીર તે કેળ્ય, કેળ્યે કાંટાનો સંગ કર્યો તે કાંટો કેળ્યને ખાય દુર્જન કે કુપાત્રનો સંગ કરવામાં હાનિ છે તે સૂચવવા
26 ખમૈયાં કરવાં ક્ષમા, દરગુજર કરવી, કૂણા થવું; દેવીદેવતાની વિનવણી કરતાં વપરાય છે.
27 ખાવુંપીવું ને તીસ દીનો મહિનો કેવળ પેટવડિયે, પેટવરાણે નોકરી કે કામ કરવું
28 ખૂબસૂરત બલા દેખાવડી ચૂડેલ, આકર્ષક આફત
29 ગજિયો પહેરવો ગજી એટલે ખાદી, હાથે કાંતેલ સૂતરનું હાથે વણેલ ગજ (બે ફૂટ) પનાનું કાપડ; પાણકોરું, વેજું વગેરે કરતાં સહેજ પાતળા પોતની, ઘણી વાર લાલ રંગેલ ખાદી. તે પરથી 'ગજિયો પહેરવો.' સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાનપ્રસ્થ ક
30 ગધેડિયો સંન્યાસ ઉપલકિયો કે તકવાદી ત્યાગ, ત્યાગવેરાગનો દંભ એક કુંભાર હતો. બૈરીને રોજ ડારો દે, 'હું સાધુસંન્યાસી થઈ જઈશ.' એક દિવસ બૈરી કહે, 'થા, કોણ ના પાડે છે?' કુંભારે તો કાવડિયાનો ગેરુ લઈ ભગવાં પેર્યાં ને મા'દેવને
31 ગનાનીનો ગમો જેમ આવે તેમ સમો સમજુ ડાહ્યા માણસનું સૂચન હમેશાં સવળું ને શુભપરિણામદાયી જ હોય એવો અર્થ
32 ગાં...તળે રેલો ને પારકી વાત મેલો બીજાની પોતે કરેલી કે કરતા હોય તે ટીકા પોતાને જ લાગુ પડે કે પડવા જાય ત્યારે માણસ વાતનો વિષય બદલી પ્રયત્ન કરે તેને માટે
33 ઘર ધરતીનો છેડો વતનની માયા કોઈને છૂટતી નથી
34 ઘરે જ ગંગા ને ફળીમાં જાત્રા મનમાં શ્રદ્ધાભક્તિ હોય તો દેવદર્શન કે જાત્રા માટે બહાર કે દેશાવર જવાની કશી જરૂર નથી. 'મન ચંગા તો કથરોટમાં ગંગા', 'હાથ જગન્નાથ ને ઘર ગયાનો કોઠો.'
35 ઘોડા ન ભૂંકે ભૂંકે ગધ્ધા; પૂરા ન છલકે, છલકે અધ્ધા અસંસ્કારી માણસ થોડીક જ સત્તાસમૃદ્ધિ પામે છે ત્યાં જ અભિમાન ધારણ કરી, પોતાની સત્તાસમૃદ્ધિનું પ્રદર્ધન કરવા માંડે છે
36 ચડતી પડતી ઢળતી છાયા જિંદગીની ઘટમાળમાં સુખદુ:ખ તડકાછાંયા જેવાં છે; અચૂક આવે ને જાય
37 ચાક પર પિંડો, ગોળો ઊતરે કે ગાગર અનિશ્ચિત વાત; કુંભારના ચાકડા પર કાલવેલી માટીનો હજુ પિંડો જ હોય ત્યારે જોનાર કહી ન શકે કે એમાંથી ગોળો બનશે કે ગાગર
38 ચામઠી માથે વેરો પડવો ચામઠું એટલે જિપ્સી, વાઘરી જેવી એક કોમનું માણસ. ચામઠી માથે વેરો એટલે આળસુને કામ કરવાની ફરજ પાડવી તે
39 ચાવી ચડાવવી કોઈને કોઈ બીજા સામે ભરમાવીને ઉશ્કેરવું
40 ચોરને કાંધ મારે એવી વેળા જૂના જમાનામાં ચોરડાકૂઓને અને એવા સમાજદ્રોહી ગુના કરનારાઓને ખૂબ આકરી અને બીજાને દાખલો બને એવી સજા થતી. ચોર વગેરેને બીજી બધી રીતે પણ પરેશાન કર્યા પછી સૂળીએ કે ફાંસીએ ચડાવતા કે ઝાટકે મારતા. તે પણ ટાઢે પો