| No | Word | Word Meaning | 
               
                  | 101 | વાછરુના ટોળામાં ખોડી ગાઈ ડાહી | ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કે આંધળામાં કાણો રાજિયો જેવું. મૂલ્યાંકન નિરપેક્ષ નથી, સાપેક્ષ છે એમ સૂચવાય છે. નાના મોટા વધુ નાનામાં, મોટા નાના વધુ મોટામાં એવું | 
               
                  | 102 | વાટકીનું શિરામણ | ટૂંકું સાધન | 
               
                  | 103 | વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ | દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક | 
               
                  | 104 | શબદ લેવો, વેણું લેવું | ભજન ધોળ રાસગીતની કડી મોઢે કરવા સારુ કોઈની પાસેથી શીખવી. અગાઉ લખતાંવાંચતાં ન આવડતું ત્યારે ઘરની દીકરીઓ કે વહુવારુઓ રાસગરબા ધોળ લગનગીત વગેરે મોટેરાં બૈરાંઓ પાસેથી મોઢે બોલ લઈને શીખતાં, યાદ કરતાં, અને વળ | 
               
                  | 105 | શિવજીના ગુણ | ભૈરવ વગેરે ભૂતાવળ | 
               
                  | 106 | શિવજીની જાન | (હિંદી 'શિવજીકી બારાત') ભૂતાવળ; શિવજીની જાનમાં વેતાળ, ભૂત, ભેરવ, જોગણી એવાં બધાં ભૂતડાં જ હોય | 
               
                  | 107 | શેરડી વાંસે એરડી | મોટાની ઓથે નાનાનું કામ અનાયાસે થઈ જાય તે; શેરડીને મળતી વિપુલ સિંચાઈથી શેઢે આવેલ એરંડાને અનાયાસે મુબલક પાણી મળી જાય તે પરથી | 
               
                  | 108 | શેવલાં ભા શેવલાં | ભૂખે મરતા કાઠી દરબાર બૈયરની બીડીઓ વાળવાની મજૂરી પર દા'ડા કાઢે. પણ ગામમાં નીકળે ત્યારે કોડિયાનું તેલ મૂછે ચોપડીને ઍંટમાં ફરે. એક દિવસ ભૂલમાં જોડે દિવેટનો કકડો મૂછને ચોંટી રહ્યો તે દરબાર જાણે નહિ. કોઈએ | 
               
                  | 109 | સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય | સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાન-વૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ | 
               
                  | 110 | સવાદિયાના કાંકરા | નાગરોમાં સ્વાદિયા અટક છે. સ્વાદિયા બધા ખાવાપીવાના પૂરા શોખીન. શાક તો જોઈએ જ. શાક ન હોય કે ન મળે ત્યારે, કમળકાકડી જેવડા ગોળ ગોળ કાંકરાઓ ધોઈ વઘારી તેમાં ચણાનો લોટ નાખી શાક બનાવે અને કાંકરા ચૂસી કાઢી નાખ | 
               
                  | 111 | સંધ્યાકરમ સાંતીડું ને કોદાળી ખટકરમ | જે ભ્રામણો ખટકર્મ મૂકીને ખેડુ બન્યા તેમણે હળકોદાળીને જ ખટકર્મ ગણ્યાં ને મૂળ ખટક્ર્મ છોડ્યાનો વસવસો કદી માન્યો નહિ એ અર્થમાં. દા.ત. રુદ્રમાળ બંધાયા પછી ઉત્તર હિંદમાંથી આવેલા ભ્રામણો ઝાલાવાડમાં હળખેડુ બ | 
               
                  | 112 | સાસુ મરવાં સોયલાં, પણ ભાણાં ખડખડ દોયલાં | સસુ મરે તેનું દુ:ખ ઓછું, પણ પાછલ કુટુંબ ઉઘાડું પડે ને માંહોમાંહે ક્લેશ થાય તે વસમું પડે | 
               
                  | 113 | સાંધા, વાંધા, ને સૂટકા | કોઈની મગજની કુંચિયું ફેરવવાની કળા; એકને આમ કે ને બીજાને આમ કે', આઘી પાછી કરે તે. સૂટકો : ખંધું સૂચન | 
               
                  | 114 | સાંભળનારનો સાર ને બોલનારનો લખાર | સાંભળનારે સારશિખામણ ગ્રહણ કરવાં, બોલનાર લવારો કરે તે તરફ ધ્યાન ન દેવું, સાંભળનારે સાર ગ્રહણ કરવો ને બોલનારાનો લખારો અવગણવો | 
               
                  | 115 | સુખી થાઓ ને સવાયું ભોગવો | નાનેરાંને આપવાનો આશીર્વાદ | 
               
                  | 116 | સૂકુ વગડાનું બોર | એળે ગયેલું ફળ, Full many a flower is born to blush unseen; અજ્ઞાત અને કામમાં ન આવેલી માનવશક્તિ | 
               
                  | 117 | સૂમનું ધન સેતાન ખાય | અણહકની કમાણી અયોગ્ય માર્ગે જ વેડફાય, 'પાપનું ધન પ્રાછતમાં જાય.' | 
               
                  | 118 | સો વાર બકો ને એકવાર લકો (લખો) | બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું હોય તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું | 
               
                  | 119 | સ્વાશ્રયીને કોઈની સાડીબાર નહિ | જાતમહેનતુને કોઈની પરવા નહિ | 
               
                  | 120 | હજાર ગના માફ | મરાઠી 'શંભર ખૂન માફ;' આગલી બધી ભૂલો અને વાંકાગુના માફ થઈ જાય એવું સારું કામ કરનારને શાબાસી આપતાં કહેવાય છે | 
              
               
                  | 
                        
                     |