| No | Word | Word Meaning | 
               
                  | 21 | અણસીમ | અસીમ, સીમા વગરનું | 
               
                  | 22 | અદલ ઇન્સાફ | શુદ્ધ ન્યાય | 
               
                  | 23 | અદળાવું | અથડાવું, ઠેબેઠોકરે આવવું | 
               
                  | 24 | અદ્વીત | અદ્વૈત | 
               
                  | 25 | અધરમનાં ફળ અંગારા | કરણી તેવી પાર ઉતરણી | 
               
                  | 26 | અધ્યાપ્ય | શીખવવા લાયક | 
               
                  | 27 | અધ્યારી | નિષ્ફળ મહેનત | 
               
                  | 28 | અધાંતરે | અદ્ધર, અંતરિયાળ | 
               
                  | 29 | અધૂરવું | અધવારવું, અરધું વીતવું | 
               
                  | 30 | અધોલી | અરધી પાલીનું માપ | 
               
                  | 31 | અપ્પૈયો | પાણી અગરાજ કરવું, અતિ અણગમા કે ધોખાને કારણે કોઈના ઘરનું કે કોઈ ગામનું પાણી ન પીવાની પ્રતિજ્ઞા લેવી, પાણી મેલવું | 
               
                  | 32 | અલગણી | વળગણી | 
               
                  | 33 | અલ્લાઈ ગાવડી | રાંક સ્વભાવનું માણસ | 
               
                  | 34 | અલોઅલી | વરવહુ, હુતોહુતી | 
               
                  | 35 | અવપૂર્યા | અધૂરા રહેલા | 
               
                  | 36 | અવલનવલ | અવનવું, અનેરું | 
               
                  | 37 | અવળમુખ | અવળા મોઢાવાળું, વિરોધી, રિસાયલું | 
               
                  | 38 | અવાયું પડવું | -ની ઉપર ભુખાળવાની જેમ તૂટી પડવું | 
               
                  | 39 | અહલ્યા દ્રૌપદી તારા, ત્યાંત આમચી ગોદુબાઈ સારા | (સારા : સેરવી દો (મરાઠી)) સાત મહાસતીઓનાં નામ સવારે ઊઠીને લેવાય તેમાં અમારી દીકરી ગુદાબાઈનું નામ પણ સેરવી દો એટલે એનું નામ પણ અમર થાય | 
               
                  | 40 | અંગડોલન | શરીરનાં અંગોના મરોડ, હાવભાવ | 
              
               
                  | 
                        
                     |