Total Visitor: 1,198,074
Added Words: 1,096
No Word Word Meaning
61 આળાશ આળાપણું
62 આવલાંશ બરફની ભેખડો કે જથ્થાનું ટૂટવું, ગબડવું
63 આંખના રતન આથમ્યાં, હવે તો અંધારી રાતે કાળુડી કૂતરીય ભળાતી નથી બહુ સારી આંખવાળું માણસ પોતાની આંખ લગારેક નબળી પડે તોપણ બેચેન થઈ જાય તેનો સૂચક ઉદ્ગાર
64 આંખ્યું ઓડે જવી અતિકષ્ટવાળી સ્થિતિ વેઠવી (૨) રાહ જોઈ જોઈને થાકવું. ('ઓડ્ય' તે ગરદનનો પાછલો ભાગ)
65 આંટાગોટા ઘાલમેલ, આઘુંપાછું
66 આંતરડાંની ગાંઠ્યો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઈ ગઈ અતિકષ્ટ વેઠીવેઠીને રંડવાળ્ય ડોશી કે સમજુ માબાપે પોતાના ફરજંદ, દોતરાં-પોતરાંને મોટાં કરવા પાછળ જાત ઘસી નાખી તે વ્યક્ત કરવા સારુ વપરાય છે
67 આંધળીનાં લગનને વઘન ઘણાં પૂરી કમનસીબી સૂચવે છે, 'प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापद'
68 આંબેથી લટક્યો, બાવળમાં લટક્યો સારામાંથી નીકળીને બૂરામાં અટવાવું
69 ઈ દેવ ભાવતો ને સંધાયને ફાવતો ભાવતી વાત માટે દેવીદેવતાઓનું ઓઠું લેનાર માટે વપરાય છે
70 ઈના ઈ ઢાંઢા ને ઈના ઈ વોળાવિયા ને ઈના ઈ ચોર લૂંટરા સંતલસ કરીને ગામતરે જનારને પોતાનું જ વેલડું - બળદ તથા ચોકિયાત ભાડે આપવાની ઑફર કરીને ફ્સાવે ને વાટે લૂંટી લે તેવા કાવતરા માટે વપરાય છે
71 ઉકડો દૂધ વગેરે ખાવાપીવાની ચીજ નક્કી કરેલ ભાવે રોજ લેવા કે દેવાના કરારનું લગવું
72 ઉખરાંટા તાવની શરૂઆતમાં શરીરમાં આવતો કંપ, ધ્રુજારી, ટાઢનાં મોજાં
73 ઉછીઉધારાં કરવાં કરજ વગેરે કરીને જેમતેમ કામ ચલાવવું, જેમતેમ કરીને ગુજારો ચલાવવો કે ખરચ પૂરો કરવો
74 ઉથલવળવું ખેતરની કાપણી લણણી કરતી કે કપાસ વીણતી વેળાએ ખેતરના એકથી બીજા શેઢા સુધીના બે ચાસ કાપીને કે કાલાં વીણીને પાછું મૂળ શેઢે આવવું, એટલે ચાર ચાસ પૂરા કરવા તે
75 ઉપવર કન્યા પરણાવવા લાયક થયેલી છોકરી
76 ઉપાડો લેવો કંકાસ ઊભો કરવો; માથાભારે થઈને કોઈને હેરાન-પરેશાન કરી મૂકવું
77 ઉસાસો ઉચ્છવાસ
78 ઉંમરવાર ઉંમરે પહોંચેલો
79 ઊથલડો ઊથલપાથલ, ઊંધુંચત્તું, પરિવર્તન
80 ઊમરાવું ઉભરાવું, ઉંભળવું