Total Visitor: 1,198,456
Added Words: 1,096
No Word Word Meaning
81 ઊંટવૈદ અપશકનથી આગળા ઊંટવૈદ દરદીનો જાન જોખમમાં નાખે
82 ઍરાગૅરા પેથોનાથો, નૂરિયોજમાલિયો, શામજીભામજી, આલોમાલો
83 એકલકોડું માણસગંધું, એકલા રહેવાની ટેવવાળું
84 એકસરું એક સેરવાળું
85 એક્સપિડીશન ચડાઈ
86 એવાતણ સ્ત્રીનું સૌભાગ્ય
87 એંડીબેંડી સંભળાવવી ઍલફૅલ વાહિયાત બોલવું
88 ઑદરાં ઉંદરમાં પાકેલાં, પેટનાં જણેલાં, ફરજંદ, છોકરાં
89 ઓઝળાવું ખમચાવું, ક્ષોભ પામવો, શરમાવું, સંકોચ થવો
90 ઓળમાણો સૌથી વધુ અસ્પૃશ્ય મનાતી ઢેઢભંગીની એક પેટા કોમ, ઝાંપડો
91 કઉરૂપ કુરૂપ
92 કજાડી જેમાં કશું ન ઊગે તેવી જમીન
93 કડાપરશાદ શીખ મંદિર ગુરુદ્વારાઓમાં રંધાતો તેમ જ વહેંચવામાં આવતો ઘઉંના રવાનો શીરો
94 કઢી સાટુ વરો બગાડવો સરસ ન્યાતજમણ કરે પણ પાછળથી કઢી આપવી જોઈએ તેટલી ન કરી હોય ત્યારે ફક્ત કઢી ન કર્યાથી વરો આખો બગાડ્યો એમ કહેવાય. મોટું આયોજન સરસ રીતે પૂરું કરવામાં જરા જેટલી ઊણપ રાખવાથી આખા આયોજનને જશ મળતો અટકે તે
95 કથણી-બકણી વાચાનાં શૂરાતન, જીભનું જોર
96 કદખળિયો હૂડ, અલ્લડ, સાહસી, ગમે ત્યાં વચમાં કૂદી પડીને હાંસીપાત્ર બનનારો વાયડો, ધશ્ચોર
97 કનવાળું કૂણી લાગણીવાળું, સહાનુભૂતિ ધરાવનારું, ભેર કરનારું
98 કપાળમાં કોઠાં ત્યાં કોનાં જુએ ઓઠાં? અક્કરમીને ઓથઓથારો કશું જ નડે
99 કરકટિયાં જંગલમાં જ્યાં ત્યાં મળી આવતાં સૂકાયેલાં પાતળાં લાકડાં, બળતણ, ઈંધણ
100 કરગઠિયાં જંગલમાં જ્યાં ત્યાં મળી આવતાં સૂકાયેલાં પાતળાં લાકડાં, બળતણ, ઈંધણ