Total Visitor: 1,198,391
Added Words: 1,096
No Word Word Meaning
121 કાલવાકાલવ વલોવાટ, ડહોળવું તે
122 કાળજાનો કાચો અતિવિશ્વાસુ, ઝટ માની લે તેવો
123 કાળજાવાઢ કાળજું વાઢી નાખે તેવો
124 કાવડ ફેરવવી કોઈ ખાટનું છોકરું કે એવું માંદું હોય ત્યારે તે પોતાનું નથી, બીજાનું છે એવો ભાવ ધરીને તેને માટે અન્નવસ્ત્રની ભિક્ષા માંગવા કાવડ લઈને નીકળવું, ફરવું. આમ કરવાથી બાળક બચી જાય એવી શ્રદ્ધા જૂના કાળમાં પ્રચલ
125 કાશ્ટી આકરી મહેનત
126 કાહુકો ક્યાંનો, ક્યાંનું
127 કાં ખાય ગોધા, કાં ખાય જોધા રળી આપનાર બળદ અને રક્ષણ કરનાર વીર યોદ્ધાને ખાવાપીવામાં સૌથી વધુના હકદાર ગણવા
128 કાંઘોટી કાંઘરોટી, કઘરોટી બળદની ગરદનનો ભાગ જ્યાં ધૂંસરી મુકાય
129 કાંટે સંપૂર્ણતાવાળું, અણિશુદ્ધ, બેવડે દોરે, કડેધડે
130 કિરતારની કળા ને નાળિયેરના પેટમાં પાણી કુદરતનો મહિમા સૂચવતો ઉદ્ગાર
131 કિસીકા બેલ, કિસીકા વેલ્ય, બંદેકા ડચકારા કોઈ કામ કે આયોજનમાં પોતાના ન જેવા ફાળાને મસમોટો દેખાડવો
132 કિસૈ કોનાથી (૨) કેમ કરીને
133 કીડિયારાં પૂરવાં જૈનો તેમ જ બીજા દયાળુ લોકો ઝાડનાં મૂળ વગેરે કીડીઓવાળી જગાએ પુણ્યાર્થે લોટ વગેરે ભભરાવે તે
134 કુરાગે સીધેઅવળે રસ્તે; અવળે રસ્તે
135 કુલકિનારો કાંઠો, મર્યાદા, આશ્રય, ઉતારો
136 કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એકપણ અતિથિ-આગન્તુક ન સમાય
137 કુંવળ ઘઉંનું ડૂર
138 કૂચે મરવું નાહક ટૂટી મરવું
139 કૂડિયો કૂડકપટિયો, કપટી, કુટિલ
140 કૂતર્યો સિંહ, ગિરવાસી માલધારીઓ સિંહને કૂતર્યો જ કહે છે