| No | Word | Word Meaning | 
               
                  | 141 | કૂબલાં | માટીનાં ઘર, કૂબા, છોકરાં રમત વેળાએ કે દરિયાકિનારે રેતીમાં બનાવે તે, ઘોલકાં | 
               
                  | 142 | કૂલે હાથ દેવા | નફ્ફટાઈ બતાવવી | 
               
                  | 143 | કેડ સમું કામ ને ઢીંચણ સમું ધાન | દીકરીની મા કહે છે, 'દીકરી ! તને ઢીંચણ સમું ધાન ને કેડ સમું કામ જોઈને આપી છે; કામથી થાકીશ નહિ તો રોટલે કદી ભૂખી નહિ રહે. સવારને પહોર દાતણ કરી, સૂરજનારાયણની વંદના કરીને બેઉ હાથની હથેળી સમું જોવું કે ગઈ | 
               
                  | 144 | કેમ જાણે ચીની ચલાણાંની દુકાનમાં ગોધો | પોતાની કારવાઈઓથી આજુબાજુનાંને પરેશાન કરનાર | 
               
                  | 145 | કૈવારી | ત્રાતા, બેલી, રક્ષક, હિમાયતી, પક્ષ કે ઉપરાણું લેનારું (મરાઠી) | 
               
                  | 146 | કૉડ્ય | સુતાર, લુહાર વગેરે કારીગરોની કામ કરવાની જગા, વર્કશૉપ (૨) ગોઠો, તબેલો | 
               
                  | 147 | કૉડીમૂલું | કૉડીની કિંમતનું, કિંમત વગરનું, નકામું | 
               
                  | 148 | કોકડી ન કાંતે તેનો બાપ મરે | છોકરીઓએ રેંટિયા પર કમમાં કમ રોજ એક કોકડી જેટલું કાંતવું જ જોઈએ. રોજ ન કાંતવું એ અશુભનું સૂચક ગણાય એવી માન્યતા જૂને 'કાળે છોકરીઓના ઉછેરમાં ગૃહશિક્ષણનો ભાગ ગણાતી. તેવી જ રીતે માથું ઓળાવીને મોં ન ધુવે તો | 
               
                  | 149 | કોઢ્ય | સુતાર, લુહાર વગેરે કારીગરોની કામ કરવાની જગા, વર્કશૉપ (૨) ગોઠો, તબેલો | 
               
                  | 150 | કોઢારું | ખેડૂતના આંગણાફળિયામાં ઘાસ અને વાંસવળી લાકડાં એવું નાખી મૂકવાનું ગોદામ, ખાંજરું | 
               
                  | 151 | કોણ મોસાળ મોટો થ્યો છે? | મોસાળ ઊછર્યો હોય ને સૌનું, બલકે ગામ આખાનો લાડકો હોય તેથી તે લાડમાં સૌ પર શિરજોરી કરે. એવા માથાભારેની સામે પડકારરૂપ આ પ્રશ્ન છે | 
               
                  | 152 | કોળાંબી જવું | ધણખૂંટનો ઉપયોગ ધણમાં થતાં તેની પોતાની જ માદા પ્રજાને ફળવવાની સ્થિતિ આવી જાય ત્યારે ખૂંટ કોળાંબી ગયો છે એમ પ્રયોગ થાય છે | 
               
                  | 153 | કોળિયો સોનાનો ખવાડિયેં પણ જોઈએ ઝેરની આંખે | સાવધાની પૂરેપૂરી રાખવી તે, આબાદ દક્ષતા. અછોવાનાં કરીએ, પણ પાકી દેખરેખ રાખીએ. ઘરમાં બાળકોની, ખાસ કરીને દીકરીઓની, ઉછેર માટે માબાપો કે વડીલોની શિખામણ માટે કહેવાય છે | 
               
                  | 154 | કોશ કાઢીને રાંપ રાખી | નુકસાનનો સોદો કર્યો. ખાળે ડૂચા ને દરવાજા મોકળા | 
               
                  | 155 | ખમૈયાં કરવાં | ક્ષમા, દરગુજર કરવી, કૂણા થવું; દેવીદેવતાની વિનવણી કરતાં વપરાય છે. | 
               
                  | 156 | ખસ્તું | ફરસું, ઝટ ચવાય તેવું | 
               
                  | 157 | ખ્યાલી પુલાવ | મનનાં ખાજાં ખાવાં | 
               
                  | 158 | ખાવુંપીવું ને તીસ દીનો મહિનો | કેવળ પેટવડિયે, પેટવરાણે નોકરી કે કામ કરવું | 
               
                  | 159 | ખુતકણું | કળણ, જેની અંદર ખૂંચી જવાય | 
               
                  | 160 | ખૂબસૂરત બલા | દેખાવડી ચૂડેલ, આકર્ષક આફત | 
              
               
                  | 
                        
                     |