Total Visitor: 1,198,353
Added Words: 1,096
No Word Word Meaning
101 કરણાં ગોવેકરણિયો, મુંબઈ નવું વિકસ્યું તે કાળે મુંબઈમાં ગાવા વગેરેનો ધંધો કરવા આવી વસેલી ગોવા તરફની દેવદાસીઓની કોમનું લોક
102 કરતુક અવળાં કામ
103 કરિયાવરને કાંઠા ન હોય બેનદીકરી કળોયણ કહેવાય. એને ગમે તેટલું આપીએ તોયે તે થોડું જ ગણાય, કેમ કે પરણીને પરાયા કુળમાં જનારી દીકરીને જૂના સ્મૃતિકારોએ પૈતૃક સંપત્તિના તમામ કાયદેસર હકમાંથી બાતલ કરી હતી. છતાં માબાપને હૈયે દીકરાદીક
104 કળશો કરવો ધોળ કરવો; વહુ દીકરી આણું વાળીને આવે ત્યારે પાણી ભરેલો કળશિયો તેને માથે ફેરવીને આવનારીના ડાબા પગ આગળ અનિષ્ટહરણ સૂચક તરીકે ઢોળી નાખવાનો વિધિ
105 કળસલું ઘી પીરસવાનું પિત્તળ તાંબાનું અંદરથી કે અંદરબહારથી કલાઈ દીધેલું વાસણ
106 કળેવું જાનીવાસામાં ઊતરેલા વર અને જાનૌયાઓને મોકલવામાં આવઓ સવારનો નાસ્તો
107 કસરવસર ધીમી માંદગી, 'કચરપચર' પણ વપરાય છે
108 કંઈ લગન વયું જાય છે? શી ઉતાવળ છે? કંઈ લગ્નમુહૂર્ત વીતી જાય છે?
109 ક્રતકા કૃતિકા નક્ષત્ર
110 ક્રોધ કાંટો ને શરીર તે કેળ્ય, કેળ્યે કાંટાનો સંગ કર્યો તે કાંટો કેળ્યને ખાય દુર્જન કે કુપાત્રનો સંગ કરવામાં હાનિ છે તે સૂચવવા
111 કાએથ કાયસ્થ
112 કાગડો હાડુંકય ન લાવે અંતરિયાળ મરણ, જ્યાંથી વતનનું ગામ એટલું દૂર હોય કે એનું હાડકું કાગડોય ઊડીને વતનમાં ન પહોંચાડી શકે
113 કાચા વાસાનું થોડા દિવસનું જન્મેલું કે જણેલું
114 કાઠા કરમણ જોરાવર ભાગ્યશાળી
115 કાઠા કરમી મજબૂત બાંધાનો
116 કાપછૂરી કાપકૂપની કાતર ચલાવવી
117 કામોરા કાર્યકર્તા, વહીવટી કામ ચલાવનારા, કારકુન, કારિન્દા
118 કારકિર્દીખોર આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠાવાળી નોકરી કે પ્રવૃત્તિ પાછળ પડનાર
119 કારવાવું બજાવવું, વ્યવસ્થા કરવી, પોતે કરવું ને બીજા પાસે કરાવવું
120 કાલવણ લોટ, ચૂનો ઇત્યાદિનું મેળવેલું પ્રવાહી