Total Visitor: 1,198,811
Added Words: 1,096
No Word Word Meaning
181 ગાં-વગરનું બેઠક વગરનું (વાસણ વગેરે) ગમે તે બાજુ ગબડી પડે એવા ગોળમટોળ તળિયાવાળું, ભંભોટિયો; તે પરથી અસ્થિર સિદ્ધાંતવાળો
182 ગાં...તળે રેલો ને પારકી વાત મેલો બીજાની પોતે કરેલી કે કરતા હોય તે ટીકા પોતાને જ લાગુ પડે કે પડવા જાય ત્યારે માણસ વાતનો વિષય બદલી પ્રયત્ન કરે તેને માટે
183 ગિરદશ આફત, (ગર્દિશ ઉપરથી) માઠી દશા, વખો
184 ગુસ્તો મૂઠી વાળીને તેની બીજી તથા ત્રીજી આંગળી વચ્ચેથી અંગૂઠો મેખની જેમ બહાર કાઢી તેના વડે કોઈની પાંસળી કે પડખામાં જોસથી ગોદો મારવો તે
185 ગૂડિયાગાડી પોતાના પગરૂપી વાહન
186 ગૂડિયાવેલ પોતાના પગરૂપી વાહન
187 ગૂત ગ્રંથિ, ગાંઠ, માંસમાં કે નસમાં પડી જતી ગાંઠ, કપાયેલું કે ફાટેલું તૂટેલું માંસ રૂઝાઈ ગયા પછી તેની જગાએ રહેતી ઘાસના જડિયા જેવી માંસલ ગાંઠ કે ટેકરો
188 ગૂથ ગ્રંથિ, ગાંઠ, માંસમાં કે નસમાં પડી જતી ગાંઠ, કપાયેલું કે ફાટેલું તૂટેલું માંસ રૂઝાઈ ગયા પછી તેની જગાએ રહેતી ઘાસના જડિયા જેવી માંસલ ગાંઠ કે ટેકરો
189 ગોટપાટલી દક્ષિણમાં સ્ત્રીઓને કાંડે પહેરાતાં નરદમ સોનાનાં ગોળ અને ચપટાં કડાં
190 ગોબરી લાલચ હલકી અભળખા
191 ઘબૂચડી ઘોલકી
192 ઘર ધરતીનો છેડો વતનની માયા કોઈને છૂટતી નથી
193 ઘરગરસ્થી ઘરસંસાર, ગૃહસ્થાશ્રમ
194 ઘરસાંતક ગ્રહશાંતિનો વિધિ
195 ઘરે જ ગંગા ને ફળીમાં જાત્રા મનમાં શ્રદ્ધાભક્તિ હોય તો દેવદર્શન કે જાત્રા માટે બહાર કે દેશાવર જવાની કશી જરૂર નથી. 'મન ચંગા તો કથરોટમાં ગંગા', 'હાથ જગન્નાથ ને ઘર ગયાનો કોઠો.'
196 ઘસડઘાઈ અતિઉતાવળ
197 ઘંમઘંમ વલોણાનો અવાજ
198 ઘાટમાથું પહાડે ડુંગરમળ ઓળંગીને જવાતું હોય ત્યાં ચડણની સૌથી છેલ્લી મથાળાની જગા અથવા પલાણ, જ્યાં પહોંચ્યા પછ્હી બીજી બાજુએ ઊતરવાનું હોય
199 ઘીંહટ ભીડ
200 ઘુસણિયો બોલતો કાગળ, પ્રભાવશાળી, ચતુર માણસ, જ્યાં ત્યાં ઘૂસી જનારો