Total Visitor: 1,210,141
Added Words: 1,096
No Word Word Meaning
221 ચુટકી ચપટી
222 ચોટલગ ચોટદાર, ચોટડૂક
223 ચોટલીવાળો દીકરો
224 ચોરને કાંધ મારે એવી વેળા જૂના જમાનામાં ચોરડાકૂઓને અને એવા સમાજદ્રોહી ગુના કરનારાઓને ખૂબ આકરી અને બીજાને દાખલો બને એવી સજા થતી. ચોર વગેરેને બીજી બધી રીતે પણ પરેશાન કર્યા પછી સૂળીએ કે ફાંસીએ ચડાવતા કે ઝાટકે મારતા. તે પણ ટાઢે પો
225 ચોરામળો ગોરખ આમલી
226 ચોરો વાંઝિયો ન રહે દરેક કાળે, દરેક સમાજમાં નવરા, પારકી પંચાયત અને કૂથલી કરનાર લોકોને કદી અભાવ નહિ થવાનો; તેવા લોકો રહેવાના જ
227 છ બગલી, અંગરખી, આંગડી છ ત્રાંસી ત્રાંસી બગલો (કકડા ચોડ્યો હોય તે) વાળો ડગલો, વાઘો. ઠાકોરજીને એવા વાઘા સીવાતા
228 છક્કી કન્યાનું ફુલેકું (ભાટિયા વગેરે કોમોમાં)
229 છકી જવું બહેલે જવું
230 છગનમગન બે સોનાના, પાડોશીનાં પિત્તળનાં, ગામનાં છોકરાં ગારાનાં પોતાનાં છોકરાં સૌને રૂડાં, પાડોશીનાં મામૂલી, અને ગામના છોકરાં કચરાપટ્ટી જેવાં લાગે એ અર્થ
231 છગરછુંદ વેરણ છેરણ, બડાબૂટ, અસ્તવ્યસ્ત
232 છતના ચાગ આર્થિક સ્થિતિ સારી સદ્ધર હોય ત્યારે સૂઝતા બિનજરૂરી, દેખાવમાત્ર માટેના ખોટા ખરચા, મોજશોખ, જે ગરીબને કદી ન પોસાય
233 છતના ચાળા આર્થિક સ્થિતિ સારી સધ્ધર હોય ત્યારે સૂઝતા બિનજરૂરી, દેખાવમાત્ર માટેના ખોટા ખરચા, મોજશોખ, જે ગરીબને કદી ન પોસાય
234 છપ્પનિયાનું રાંકું ભિખારું; વિ.સં. ૧૯૫૬માં (ઈ.સ. ૧૯૦૦માં) દેશમાં મોટો દુકાળ પડેલો ને ત્યારના ભૂખે કંતાઈ ગયેલા ભિખારી જેવો
235 છપ્પરપગી ચાપટ પગવાળી, બધું ચપટ કરી મેલે એવાં હીણાં પગલાં કે કિસ્મતવાળી સ્ત્રી
236 છાપાળવો છાપાંમાં મગ્ન રહેનારો
237 છીપ્યો છૂપો
238 છીપોલું ઊંદરડીનું ટેરવા જેવડું રાતુંચોળ બચ્ચું, ટેટું
239 છીંકું ખાવાપીવાની રાંધેલી ચીજ બિલાડી વગેરે ન બગાડે તે માટે અધ્ધર ટાંગવાની દોરીથી ગૂંથેલી જાળી
240 છેદી છૂંદીને ટીપી ટૂંપીને