Total Visitor: 1,210,152
Added Words: 1,096
No Word Word Meaning
261 જેની વાંસે સવામણ સૂતર પલળે એટલા જનોઈબંધા ભ્રામણોને સૂતક પડે, એટલે કે સ્નાન કરવું પડે, મતલબ કે એટલા વજનની જનોઈઓ જેની પાછળ સ્નાન કરવું પડે તેથી પલળે એવડા કુટુંબજથ્થાવાળો વડીલ
262 જેને દૂધે દીવા બળે બહુ ઘટ્ટ દૂધ દેનારી ગાય
263 જેને પેશાબે દીવો બળે ખૂબ જ વગદાર વ્યક્તિ
264 જોડે કે સામે બાકરી બાંધવી મોટા સામે બાથ ભીડવી
265 જોમાળું જોમવાળું, ઉમંગવાળું
266 જોરાળ્ય લાંબા લટકતા સ્તનવાળી સ્ત્રી
267 ઝબ્બુ ચામરગોધો, આખે ડિલે લાંબા કાળા વાળ અને શીંગડાવાળો સાબૂતકદમ મહાજોરાવર તિબેટી ગોધો (૨) મોટો આગેવાન માણસ, લાંઠ, જોરાવર, મહાપંડિત કે નિષ્ણાત માણસ, સાંઢ
268 ઝળ તાપની લહેર, તાપનું મોજું (૨) લૂ
269 ઝંખાશ ઝાંખપ, ઝાંખું અજવાળું
270 ઝંઝેડાઈ ગયેલું ઝુડાઈ ગયેલું
271 ઝંડાઝૂલણ રંગીલો, ફક્કડ (૨) તેવા માણસનો ભવાઈમાં આવતો વેશ (૩) અવ્યવસ્થિત, અઘળપઘળ અથવા તેવી વેશભૂષા અને વર્તનવાળો માણસ
272 ઝાકળ ચાટ્યે તરસ ન છીપે ને આંગળાં ચાટ્યે પેટ ન ભરાય અતિ થોડું મળ્યે કે કર્યે અર્થ ન સરે એ ભાવ
273 ઝાકળિયો નીંઘલેલ (દાણે આવેલ) મોલના ખેતર વચ્ચે ચાર લાકડાં ઊભાં કરીને બાંધેલો માળો; તે પર બેસીને રખોપું કરનાર ટોયો
274 ઝાઝડ ખૂબ મોટા કદનો
275 ઝીંગારો મોરની કેકા, ટહુકો
276 ઝુંઝાટ ઝૂઝનારો, મહાપરાક્રમી લડવૈયો, રણશૂરો
277 ઝૂંઝો સલો, ખેતર લણાઈ ગયા પછી કે ઝાડનાં ફળ ઉતારી લેવામાં આવ્યા પછી ઝીણી નજરે જોઈ વધ્યુંસધ્યું ભેગું કરવું તે; એના પર સલો કરનારનો અધિકાર ગણાય છે
278 ટચૂકો આંકડો, આંગળીનો સાંધો ઊંચોનીચો કરીને ટચાકો બોલાવવો તે
279 ટપારવું સાવધ કરવું, સામો માણસ પોતાને સ્થાને અને જાગતા છે કે નહિ તેની ખાતરી કરવા સારુ હળવેથી પડકાર કરવો
280 ટહેલ કરવી માંદાની કે એકલડોકલ અપંગ, લાચારની ચાકરી, સંભાળ, માવજત કે ટાંપુંટૈયું કરવું