| No |
Word |
Word Meaning |
| 281 |
ટાકરડી કરવું |
ટાકર ભોંય જેવું ખલાસ કરી મૂકવું, કશું ન રહેવા દેવું, બધું વાપરી વાપરીને ઉડાવી દેવું (૨) ઉચ્છેદ કરી નાખવો |
| 282 |
ટાઢે કળતાં કલેવર |
શરીરનાં ગાત્ર ઠંડીથી ઠૂંઠવાય તે |
| 283 |
ટાલમટોલ |
ટાળાટાળી |
| 284 |
ટાલિયો |
ટાલવાળો |
| 285 |
ટાંટિયાનાં પાણી નીચોવવાં |
પગનાં પાણી ઉતારવાં, ખૂબ થકવી નાખે તેવો - તેટલો શ્રમ કરવો (ખાસ કરીને ચાલવાનો કે આંટા-ફેરાનો) |
| 286 |
ટાંપુંટઈડું |
પરચૂરણ કામકાજ |
| 287 |
ટીમટામ |
ઠાઠ, આડંબર |
| 288 |
ટુંબા ખાવા |
ધોલધપ્પા ને મેણાંટૂણાં ખાવાં, અપમાન ખમવું |
| 289 |
ટૂટલમૂટલ |
ભાંગ્યું-તૂટ્યું |
| 290 |
ટૂણાટાપણ |
વશીકરણ, કામણટૂમણ |
| 291 |
ટૂંકપૂંજિયું |
સૂંઠને ગાંઠિયે ગાંધી થવા નીકળેલું, લેભાગુ |
| 292 |
ટૅલ કરવી |
માંદાની કે એકલડોકલ અપંગ, લાચારની ચાકરી, સંભાળ, માવજત કે ટાંપુંટૈયું કરવું |
| 293 |
ટેડપૂંજિયું |
સૂંઠને ગાંઠિયે ગાંધી થવા નીકળેલું, લેભાગુ |
| 294 |
ટેડી ખીર |
વિકટ, કપરું કામ |
| 295 |
ટેઢી ખીર |
વિકટ, કપરું કામ |
| 296 |
ટેલ (ટહેલ) નાખવી |
ચોક્કસ મુદતમાં અમુક માગણી પૂરી કરવાની જાહેર અપીલ કરવી; દેશ કે સમાજસેવાનાં જાહેર કામો માટે ચોક્કસ મુદતમાં ફંડફાળાની નક્કી કરેલી રકમ એકઠી કરવા દેશ કે સમાજના આગેવાન તરફથી જનતાને કરવામાં આવતી જાહેર અપીલ |
| 297 |
ટોલમટોલ |
ટાળાટાળી |
| 298 |
ઠાકરચાકરનો નાતો |
ગુરુશિષ્ય સંબંધ, સ્વામીસેવકનો સંબંધ |
| 299 |
ઠાગા |
રાડાના ઇંચ બેં ઇંચ નાના કટકા, ડાઠા |
| 300 |
ઠાગાઠરડા |
થાંથાથૈયા, થાંથાપણું, ઢીલ (જાણીજોઈને કરેલી) |
|
|