Total Visitor: 1,210,155
Added Words: 1,096
No Word Word Meaning
301 ઠાલાં આવ્યાં ને ભૂલાં ગ્યાં ફોગટ ફેરો થવો
302 ઠૂંઠને ટીખળ સૂઝે ઘરડાખખ્ખ માણસને ટીખળવિનોદ કરવાનું મન થાય તે ઠૂંઠ : સુકાઈ ગયેલા ઝાડનું થડ, તેવો વૃદ્ધ માણસ
303 ઠેકાણાં જોગવાઈ
304 ડહાક સિંહની ગર્જના, ત્રાડ
305 ડંડોત દંડવત
306 ડાગડૂજી ગાબડગૂબડ
307 ડાયણ ચુડેલ, ડાકણ
308 ડાલામથ્થો ડાલા ટોપલા જેવડા માથાવાળો સિંહ, પાડો વગેરે
309 ડેડવું કપાસનું જીંડવું
310 ડૉળા ગર્ભિણી સ્ત્રીને થતા અભાવા
311 ડોળાણ ડોળું હોવું (પાણી વગેરેનું)
312 ઢબુડી નવા બે પૈસાનો સિક્કો
313 ઢીબકો ઢીંકો, ગડદો, મુક્કો
314 ઢેખળા ચોખાના અમુક રીતે કરેલા રોટલા કે લાડવા જે સુરત જિલ્લાના આદિવાસીઓ ખાય છે
315 ઢેબા ઢીબી નાખવા ઢેબા એટલે રોટલા; રોટલા ટીપવા; બાઢા શેકવા' એમ પણ બોલાય છે
316 ઢોયણી નાની ખાટલી, સંઘાડા પર ઉતારેલી
317 તખમીનો ડ્રાફ્ટ, મુસદ્દો, રૂપરેખા, અંદાજ
318 તખૂણિયું ત્રણ ખૂણાવાળું
319 તખૂણિયું કરવું ક્રૂસની નિશાની કરવી, જે ભાવિક ખ્રિસ્તીઓ પ્રભુસ્મરણરૂપે કે નુકસાનમાંથી બચવા કરે તે
320 તડતડાટી વર્ષાવ