Total Visitor: 1,210,165
Added Words: 1,096
No Word Word Meaning
341 તિખૂણિયું કરવું ક્રૂસની નિશાની કરવી, જે ભાવિક ખ્રિસ્તીઓ પ્રભુસ્મરણરૂપે કે નુકસાનમાંથી બચવા કરે તે
342 તીખાં લેવાં લમણાઝીંક કરવી, ચીડાવું, મરી ઉપાડવાં, મરચાં લેવાં
343 તીન લોકએ મથુરા ન્યારી જેનો ચોકો હંમેશ જુદો રહે તેવું
344 તીમારદાર બરદાસી, માંદાની શુશ્રૂષા કરનારું
345 તુકબંધી પ્રાસ જોડવો, ટૂંકેટૂંક, કડીએ કડીના અનુપ્રાસ મેળવીને કવિતા કરવી; જોડકણું
346 તુમ બી મિસ્તર હમ બી મિસ્તર લોકશાહીમાં સૌ સરખું, મોટુંનાનું સૌને એક જ વોટનો અધિકાર એવી સમાનતાનું સૂચક
347 તુરશી ખટાશ
348 તું કાંઈ ટીલું લાવ્યો છો? વિશિષ્ટ, સ્પેશિયલ હકદાવ, ટ્રીટમેન્ટ કે વહેવારની માગણી કે અપેક્ષા માટે જવાબ. સૌ સરખાં; ટીલાટ-પાટવી, પહેલા ખોળાનું કોઈ નહિ એવો અર્થ
349 તેજ મિજાજ આકરા સ્વભાવવાળું
350 તેજ વેરતી આંખો ખૂબ તેજસ્વી પ્રભાવશાળી આંખો
351 તેલકટ તેલવાળું, તેલના ડાઘાવાળું
352 તોફાની બારકસ મસ્તીખોર છોકરું
353 તોરણે આવવું વરનું કન્યાના પિતાને ઘરને બારણે આવી પહોંચવું, જ્યાં કન્યાની મા એનું વિધિપૂર્વકનું સ્વાગત કરે (૨) વ્યંગમાં કોઈને ત્યાં જઈ કશું કામ ન કરનાર અને ખાઈપી ઊંઘનાર કે તડાકા મારનારને ઠપકારૂપે પુછાય છે, 'શું અહી
354 થાપણાનું સારે ટાણે પહેરવા સારુ રાખી મૂકવામાં આવતું લૂગડું
355 થેટર થિએટર
356 થોભાળો થોભિયા રાખનારો પુરુષ
357 દખસખનાં દસકાદસકી દુ:ખસુખના દસકા એક પાછળ એક આવ્યા જ કરે, ઓટભરતીની જેમ
358 દત્તફળિયેલ જેનું દીધેલું ફળ્યું છે તેવું
359 દમડીચૂસ કંજૂસ
360 દસુંદ આવકનો દસમો ભાગ