Total Visitor: 1,210,166
Added Words: 1,096
No Word Word Meaning
321 તણિયો નવ ત્રણ પૈસાનો સિક્કો
322 તન દુરસ્તી હજાર નિયામત પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ ઘરે દીકરા, ત્રીજું સુખ તે કોઠિયેં જાર, ચોથું ઘેર સુલક્ષણી નાર
323 તને ચમાર ફાડે ગાયને દેવાતી ગાળ
324 તપચૂક્યો યોગભ્રષ્ટ
325 તપચૂક્યો યોગભ્રષ્ટ
326 તફડાટી તડતડાટી, વર્ષાવ
327 તરકના ઉતારા જેવું અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત
328 તલમ પાતળા પોતવાળું મલમલ વગેરે કાપડ
329 તલવાર તાતી કરવી તલવાર સજ્જ કરવી (૨) યુદ્ધની તૈયારી કરવી
330 તસફિયા ફેંસલો
331 ત્રોફાવું સણકો ઊઠવો
332 તાએં આવવું લોઢું લાલ તપીને ટીપવા લાયક થવું
333 તાક ઉપર મૂકવું અભરાઈએ ચડાવવું, ઉપેક્ષા કરવી, ભૂલી જવું, પરવા ન રાખવી
334 તાતામાં તાતું, ગરમ, ગરમાગરમીમાં ચડભડમાં (૨) સમૃદ્ધિમાં, ચડતીમાં
335 તારે માથે ઘીના ઘડા જોખમ-જવાબદારીમાંથી મુક્તિ હોવી. મરણપરણના વરા અંગે કુટુંબનો વડો વેપારીને ત્યાંથી ઘીના ગાડવા બે પાંચ દસ મંગાવે ને વેપારી મોકલે. આવા ઘડા માથે ઉપાડીને વેપારીને ત્યાંથી માલિકને ઘરે પહોંચાડવા જનાર વૈતરાને ક
336 તારો મરે 'તારો ધણી મરે.' (બળદને હાંકતાં દેવાતી ગાળ)
337 તાવડી પોરા લ્યે ઉપવાસ થાય એવો ભૂખમરો
338 તાવરાન તાડીનો માંડવો
339 તાંતરવેતર તાંતણે તાંતણા છૂટા થઈ જવા કરતા હોય તેટલું ઝળી ગયેલું; વેરવિખેર, વેરણછેરણ
340 તિખૂણિયું ત્રણ ખૂણાવાળું