| No |
Word |
Word Meaning |
| 361 |
દાખલ દફ્તર |
દફ્તરે દાખલ, તુમાર ફાઇલ થવો |
| 362 |
દાગતર જીવતા જમ |
સરખાવો, वैद्यराज ! नमस्तुभ्यं यमराजसहोदर । यमस्तु हर्रात प्राणान वैद्य: प्राणान्धनानि च ॥ |
| 363 |
દાણે દાણે મોતાદ |
અન્નાન્ન દશા, ખાવાના વાખા |
| 364 |
દાતારનો સુવાલી |
તપતિતિક્ષા કે વૈરાગ્યને કારણે સુકાઈ, ચીમળાઈ, કંતાઈ ગયેલો ફકીર કે ફકીરોની જમાતનો સુકલકડી અને કદરૂપો માણસ. ઉત્તર ગુજરાતમાં મીરાં દાતાર નામે મુસલમાનોનું પ્રખ્યાત તીર્થ છે, તથા જૂનાગઢના ગિરનાર બાજુએ દાતાર |
| 365 |
દાળશાકમાં સૌનો ભાગ |
ખેડૂત વગેરે ગૃહસ્થાશ્રમી કુટુંબોમાં જૂને કાળે એમ મનાતું કે ઘરમાં દાળશાક વગેરે થયાં હોય તેમાં આડોશીપાડોશી જેને ઘેર દાળશાક કે છાશની ત્રેવડ કે સગવડ ન હોય તે સૌને નકરો રોટલો ન ખાવો પડે તે સારુ તેમાં તેમનો |
| 366 |
દિલડોલ |
દિલ ડોલાવનાર |
| 367 |
દિવાળીનું આણું |
પરણીને પિયેર આવ્યા પછી દિવાળી પહેલાં કે ધનતેરસે દીકરીને પહેલી વાર આણું વળાવીને સાસરે મોકલવી તે |
| 368 |
દિવેલાઈ |
ખમીર, પાણી |
| 369 |
દીધાજોગ-લીધાજોગ |
દેવા-લેવા લાયક |
| 370 |
દુ:ખીના દાળિયા |
ખૂબ દુ:ખી થવું |
| 371 |
દુકાન વધાવવી |
સાંજે કે મોડી રાતે ઢાંકોસંઝેરો કરીને દુકાન બંધ કરવી. 'બંધ કરવી' પ્રયોગમાં દેવાળું નીકળવાનો ધ્વનિ હોવાથી તેવો ભાષાપ્રયોગ અપશુકનિયાળ મનાય છે. તી બદલે 'દુકાન વધાવવી' એવો સન્માનસૂચક શબ્દપ્રયોગ પ્રચલિત છે |
| 372 |
દુકેલું |
બેકલું (એકલાથી ઊલટું) |
| 373 |
દુખ:વાટ |
કચવાટ, મનનો દુખાવો |
| 374 |
દુહાગર |
દુહા ગાનારો |
| 375 |
દૂંબો |
ઘેટાંની પૂંછડીએ લટકતી મોટી ગાંઠ; કેટલાક ઘેટાંને પૂંછડી તળે થતી આવી ગાંઠ ચીરી તેમાં મસૂર કે સસ્તા કઠોળનો આટો કે એવી ચીજ ભરે છે, જે એક બે મહિને માંસ બની જાય છે. પછી તે કાઢી લઈ ખાય છે ને ફરી તેમ કરે છે. |
| 376 |
દેદો |
એ નામની અટકવાળો દંતકથાનો કોઈ નર, જે સ્ત્રીની વહાર કરતાં ભરજુવાન વયે મરાયેલો |
| 377 |
દેદો ફૂટવો |
મૂઆ પાછળ રોતાંકૂટતાં નાની છોકરીઓને શીખવવા સારુ પડેલો રિવાજ |
| 378 |
દેશનો પ્રજાદેહ બાંધવો |
દેશની પ્રજાને અસ્મિતા, શક્તિ, સ્થિરતાવાળી ઘડવી |
| 379 |
દોઢાણું |
દોઢ ગણું |
| 380 |
ધગડું |
પોલીસ ખાતાનો માણસ (તિરસ્કારમાં) |
|
|