Total Visitor: 1,210,178
Added Words: 1,096
No Word Word Meaning
381 ધડસા જેવું ધીંગું, જાડું
382 ધણશેરો જે રસ્તે થઈને ગામનું ધણ ગામના ગોચર-બીડ સુધી રોજ ચરવા જાય ને આવે તે રસ્તો
383 ધનેડાંની ઘોડ્યેં ધાન ખાય ને કાગડાંકૂતરાની જેમ જીવે નઘરોળ માનવીને માટે કહેવાય છે
384 ધનેવંત તાલેવાન, પૈસાદાર
385 ધનેશરી તાલેવાન, પૈસાદાર
386 ધફોવવું ઝીંકીને ધોવું
387 ધમણધીંગા ભર્યાભર્યા અને મજબૂત
388 ધલધલવું તલસવું, ટળવળવું
389 ધશ્ચોર અવિચારી, આખું, અલ્લડ (મરાઠી)
390 ધાઉશેરી લેવી મોહરમના તાબૂત આગળ મુસલમાન લોકો છાતી કૂટે તે. પેગંબરના હસન-હુસેન નામના બે દોહિતરા કરબલાની લડાઈમાં મરાયા તેના શોકમાં જનાજારૂપે વરસોવરસ કાઢવામાં આવતા તાબૂત આગળ 'યા હુસેન' એવા પોકારોથી શિયા મુસલમાનો રડે ક
391 ધાન ધાન ને પાન પાન દુ:ખી દુ:ખી થઈ જવું, મોટી વિપતમાં પડીને ખુવાર થઈ જવું, અન્નાન દશા
392 ધાનધાન ને પાનપાન દુ:ખી દુ:ખી થઈ જવું
393 ધીંગી વિનોદવૃત્તિ સચોટ ને નીરોગી, ડંખીલી નહિ તેવી વિનોદવૃત્તિ
394 ધૂળ ને ઢેફાં નિરુપયોગી કે અર્થહીન વસ્તુ, વાત કે સંજોગ
395 ધૂળમાં લીટા નિષ્ફળ પ્રયત્ન
396 ધૂંસળ મૂસળ ત્રાક રવૈયો કન્યાના પિતાને બારણે વર તોરણે આવે ત્યારે ઝૂંસરી, સાંબેલું, રેંટિયાની ત્રાક, અને દહીં વલોવવાનો રવૈયો - એ ચાર જૂના ગૃહસ્થજીવનના મુખ્ય વ્યવસાયોની યાદ પરણવા આવેલ વરને ઠસાવવા કન્યાની મા તરફથી નાના નાના આકા
397 ધૉડાધૉડીનો જમાનો વધુપડતી પ્રવૃત્તિનો જમાનો
398 ધૉડિયો, દૂબળો, કૂંકણો, વારલી, કાથોડી સુરત, વલસાડ, થાણા જિલ્લાની આદિવાસી કોમો
399 નખલૌ લખનૌ (ઉત્તર ભારતની બોલીમાં અપભ્રંશ)
400 નજાત મુક્તિ, મોક્ષ