Total Visitor: 1,210,191
Added Words: 1,096
No Word Word Meaning
401 નજેવું નજીવું, નહિ જેવું
402 નરસીમે'તે કરતાલ વગાડી ભજન-ભક્તિમાં શરમાવાનું ન હોય; ('નાચન લાગી તબ ઘૂંઘટ કૈસા?' - મીરાંબાઈ) (૨) પોતાની નાદારી નોંધાવવી, ઉપસ્થાન કરવું (હાથ ઊંચા કરવા કે 'જોઈ લ્યો ભાઈ, મારી પાસે કંઈ હોય તો.')
403 નર્મરસ હળવો કટાક્ષ
404 નવજાદી તાજી પરણેલી, નવોઢા
405 નંગેનંગ નોખાં અંગેઅંગમાં કળતર થવું
406 નંદવાઈ ગયેલી દુનિયા ભાંગેલા મનોરથનું સૂચક
407 ન્યાયનખરાં અદાલતોના વિધિ
408 ન્યૂનગંડ લઘુગ્રંથિ
409 નાકની દાંડી, જેમ દીવે શગ્ય માંડી શરીરસૌંદર્યના વર્ણનમાં વપરાય છે
410 નાકમાં આંગળી, કાનમાં સળી મત કર, મત કર, મત કર દાંતે મંજન, આંખે અંજન નત્ય કર, નત્ય કર, નત્ય કર નુકસાનકારક ટેવો ન પાડવાની અને લાભકારક ટેવો પાડવાની શિખામણ આપતું ઉપયોગી જોડકણું
411 નાગરવેલનાં પાન ઉડાડ્યે કાંઈ સાંઢિયા ધરાતા હશે? મોટા અડીખમ આદમીને જમવા બેસાડીને કાગળ જેવી ફુલકાં રોટલી પીરસનારીને ખાનારે આપેલ ઠપકો
412 નાઘાની (નાગ હાની) અકસ્માતનું, અકસ્માતથી થતું મરણ
413 નાડપરખ રોગની ઓળખ, નિદાન
414 નામ તો કે' સોનાંબાઈ ને હાથે કથીરનાં કડાં બહારના આડંબર ને દાવાના પ્રમાણમાં ભીતરી લાયકાત ઓછી
415 નિમતિયો જોશી
416 નિશાકો નિસાસો
417 નિષેધલક્ષી વખોડનારું, નિષેધના હેતુવાળું
418 નીકડ તાકીદ
419 નીપન્યું નીપજ્યું
420 નીમતાણો ખળાના અનાજનો સરકારી અરધો ભાગ