Total Visitor: 1,210,210
Added Words: 1,096
No Word Word Meaning
441 પાધો ઉપાધ્યો
442 પાપિયાના પિતર જેવો કૃશ સુકલકડી માણસ. પાપી માણસ પિતરોનું શ્રાદ્ધ ન કરે, પિંડ ન આપે તેથી તેના પિતૃઓ સ્વર્ગમાં ભૂખ્યા રહી સુકલકડી થઈ જાય તેના જેવો
443 પાપીને મન સદા શંકા ગુનેગારને મન હમેશાં પકડાઈ જવાનો ભય રહે
444 પાલર પાણી ઉતારવું પાલર એટલે વરસાદનું પાણી ઉતારવું. શેરડી, છાસઠિયા, કે રજકા પર વરસાદનું પાણી પડ્યા પછી ત્રણચાર દિવસે કૂવાનું પાણી પાઈ દેવું. તેથી આ બધાંનો ઉગાવો જોર પકડે છે. ચોમાસુ શાકભાજીનું પણ પાલર પાણી ઉતારવું પડે છે
445 પાલાંબરણીવાળ જૂનાં કપડાં લઈને કાચ કે ધાતુનાં વાસણ આપનારા ફેરિયા
446 પાંતાભાત આગલી રાતનો રાંધેલો વાસી ભાત જે બંગાળમાં ઘેરે ઘેર માછલીના ઓસામણ જોડે ખાવાનો રિવાજ છે
447 પિછલગો પાછળ પડેલો
448 પિછોટિયાં શેરડીનાં મૂળ તરફનાં કાતળાં
449 પિઠ્ઠુ ખાંધિયો, સાગરીત
450 પીતવછોયું વિરહી, વિયોગી
451 પીપલું પૉટ
452 પીળું ધમરક ખોડખાંપણ વિનાના પીળા રંગનું
453 પીંડલું ફીંડલું, ગૂંચળું
454 પુઆળ પરાળ
455 પુનવંતું પુણ્યશાળી
456 પૂજ જૈન સાધુ
457 પૂજે તેવાં પાતરાં જૈન સાધુના ખાવાનું વહોરવાનાં લાકડાનાં વાસણ યથાયોગ્ય, જેને જે યોગ્ય હોય તે અપાય
458 પેટવડિયા એક દિવસના પેટ પૂરતા રોટલા સાટે દિવસ આખો કરવાની મજૂરી; તેટલા જ મહેનતાણાની ગોઠવણ
459 પેટવરાણે એક દિવસના પેટ પૂરતા રોટલા સાટે દિવસ આખો કરવાની મજૂરી; તેટલા જ મહેનતાણાની ગોઠવણ
460 પોટા જેવું ફીકું પીળું (૨) ધીંગું, ગોળમટોળ, તગડું