Total Visitor: 1,210,221
Added Words: 1,096
No Word Word Meaning
481 બટકડી કાંસાની ઊભા કાંઠાની તાંસળી
482 બઠા કાન કરીને સાંભળવું કાન માંડીને, સરખા કરીને સાંભળવું
483 બદુડી ગાયની ટિચુકડી વાછરડી
484 બરકવું બોલાવવું, બકોરવું, સાકરવું
485 બરકાડવું ભાંગવું, તોડવું
486 બરફાન બરફના વિસ્તારો (જથ્થાવાચક)
487 બર્હિલક્ષી વિદ્યાઓ ઇતિહાસ, અર્થશાસ્ત્ર આદિ, અંતર્લક્ષીથી ઊલટી વિદ્યાઓ
488 બરાજાદું ગર્વિષ્ઠ
489 બરાડિયો બરાડા પાડનારો
490 બળકા પાડવા કફના બળખા પાડવા (૨) ઘાંટા પાડવા, બૂમાબૂમ કરવી
491 બહકું હીબકું
492 બંદૂકોની ધાણી ફૂટવી સામસામી બંદૂકોની ગોળીઓ વરસવી
493 બ્રહ્મવેણ અફ્ફર વચન
494 બાઘડપંચક પાંચ ગણું બાઘું, મહામૂર્ખ, બાવળું
495 બાજિંદો નિપુણ, ચબરાક
496 બાતેલો સઢથી ચાલતું માલવાહક જહાજ
497 બાપુની ભેંસને ડોબી નો કે'વાય મોટી કે પ્રતિષ્ઠાવાન વ્યક્તિ કે સંસ્થાની ખામીને ખામી તરીકે ન ઓળખાવાય; એમની હલકી વસ્તુનો ઉલ્લેખ પણ માનપૂર્વક કરવો જોઈએ
498 બારદકાળી બાર વરસ સુધીનો દુકાળ; ઘરમાં બારદકાળી બાચકા ભરે : ઘરમાં બાર વરસથી દુકાળ ચાલતો હોય તેટલો અભાવ; જેમ ઘરમાં તાવડી ને તોલડી કુસ્તી કરે, એટલે કે રાંધવાના હાલ્લામાં કે તાવડી ઉપર શેકવા સારુ કશું ન હોય તેટલી તં
499 બારામાં બાબતમાં, સંબંધમાં, લગતું
500 બાલજોગી ઊગતી જુવાનીમાં જ યોગમાર્ગે ચડેલો માણસ, સંસારમાં પડ્યા વગર ઊછરતી ઉમ્મરે જોગી થઈ ગયેલો