Total Visitor: 1,210,228
Added Words: 1,096
No Word Word Meaning
521 ભજનરૂપી ભોજન ને વાણીરૂપી પાણી જેનાથી આત્મા તૃપ્ત થાય
522 ભટકામણ ભટકાવું, ભુટકાવું, અથડાવું, ટકરામણ, ટક્કર થવી તે
523 ભણાક ભણકાર (૨) કાનની ધાક
524 ભણેશરી ભણવામાં હોશિયાર
525 ભરઘોસ ઠાંસોઠાંસ, ભરપૂર, ભરચક (મરાઠી પરથી)
526 ભંમરિયો બહુ ઊંડા પાણીવાળો કૂવો જેનું પાણી વમળ કે ઘૂમરીઓ ખાતું હોય
527 ભાષણો ઝૂડવાં લાંબાંલચક ભાષણો કર્યે રાખવાં
528 ભિખુ બૌદ્ધ સાધુ
529 ભીંછાં ભાવર (જુઓ)ના માથા પરનાં ગંધારાં ત્રણચાર આંગળ લાંબા વાળનાં જેમ તેમ વિખરાયેલાં લટૂરિયાં
530 ભુજાબળ બાવડાંનું બળ, હાથપગ મહેનત મજૂરી કરે તેવા તે
531 ભુટકાવું ભટકાવું, અથડાવું
532 ભૂખ્યા પૂંઠે એકાદશી અછતમાં ઊલટી અછત ઉમેરાય છે. 'દુકાળમાં અધિક માસ,' 'મોળે માવઠું નહિ ને દૂબળું પાવઠું નહિ.'
533 ભૂરવા શિયાળામાં વાતો ઈશાન્યનો પવન
534 ભૂલવણી છેતરામણી, ભુલભુલામણી
535 ભેંશ ભેંશ તારી જોડે આવું? મિથ્યાભિમાની માણસ ઍંટનો મર્યો પોતાની નામોશી ઢાંકવા બહાનું કાઢે છે; 'સીંદરી બળે તોય વળ ન મૂકે.', 'જીવરામ ભટાઈ' કરવી
536 ભેંશો થોડી ને હોળાહોળ ઘણી થોડા કામ માટે ઘણી ધાંધલ કરવી, 'ચકલી નાની ને ફરટકો મોટો.'
537 ભેંસાડોળ કોલાહલ
538 ભોંભેળું કરવું પાડી દેવું, બરબાદ કરવું, ભોંયે કરવું
539 ભોંય સરાસર ભોંય લગી ઘસીને (સરાસર : સરસું, સુધીનું)
540 ભોંયે લેવું મરણકાળે મરતાને છાણે લીંપેલી ભોંયે ઉત્તર તરફ માથું ને દક્ષિણ બાજુ પગ રહે તેમ સુવાડીને મુખે ગંગાજળ દેવાં, રામનામ સંભળાવવાં વગેરે વિધિ