Total Visitor: 1,210,233
Added Words: 1,096
No Word Word Meaning
541 મખૂદો ગાદલું વીંટી બનાવેલો તકિયો
542 મગવરણું ટચૂકડા મોંચહેરાવાળું, ઘાટીલું
543 મજુમેડી ઊંચી જગા, ઊંચી બેઠક, આંગણાની ખડકી કે દોઢી ઉપર બાંધેલી મેડી કે લંબચોરસ માળ
544 મડદાંફરસ મડદાંને વગે કરનારો
545 મણઝર મણિધર, નાગ
546 મદનઢોલ લગ્નનાં મંગળસૂચક વાજાં
547 મધરાશિયું ભાત વગરનું લાલ કપડું
548 મધ્યાંતરે વચગાળામાં
549 મનકુળ માનવવંશ, માનવજાતિ
550 મનતાણ મનદુ:ખ
551 મનમાં પરણવું ને મનમાં રાંડવું શેખચલ્લીના કે કાલ્પનિક મનસૂબા ઘડવા
552 મનહાનિ મનનો વસવસો, પસ્તાવો
553 મનોભોમ મનોભૂમિકા, પાયાની માન્યતા
554 મનોરથ માંધાતાના, રકમ કઠિયારાનાં મહત્ત્વાકાંક્ષા ખૂબ મોટી, પણ એ સિદ્ધ કરવા માટેની લાયકાત ઘણી ઓછી હોવી; એ સિદ્ધ કરવા માટે જે પ્રકારનું જીવન જોઈએ તેથી અવળું જીવન, એવો અર્થ
555 મર્મવાણી દાઢવું તે, વ્યંગ અથવા કટક્ષભર્યું વચન
556 મરે એનાં એનાં બધાં સગાંવહાલાં મરી જાય એવી ગાળનો ઉદ્ગાર
557 મલક બધો આમપ્રજા, પ્રજાસમોહ, લોકસમુદાય
558 મલબો કાટવળો, તૂટેલભાંગેલ મકાન, ભીંત વગેરેનો ભંગાર
559 મલોખાંનો મહેલ કે માંડવો, મલોખાંની સાંઢણી તદ્દન નિર્બળ ને અલ્પજીવી
560 મવાજો મુઆવજો, વળતર