Total Visitor: 1,210,235
Added Words: 1,096
No Word Word Meaning
561 મવાદ પરુ
562 મશૂરિયા સુંવાળા રેશમ જેવા ને ગોળગોળ
563 મસરુક રોકાયેલું, વ્યસ્ત, મગ્ન
564 મસાણભોમકા સ્મશાનભૂમિ
565 મહાદેવના ગુણ ઉમિયા જાણે; મહાદેવના ગુણ પૂજારી જાણે અંદરની ભેદની જાણ હોય તેને જ હોય; ખરી કીમત એ જ જાણે, બીજા ન જાણે
566 મહાપરાણે પરાણે, બળે કરીને
567 મંત્રી કારવીને મંત્રપ્રયોગ કરીને, મંતર મારીને
568 માખણમાંથી મોવાળો ખેંચાઈ આવે એમ જીવ નીકળી જવો લેશમાત્ર શ્રમ વિના કાર્ય સિદ્ધ
569 માટિયાર માટીકચરાનું બાંધેલું ઘર, ઘોલકું વગેરે
570 માણસગંધું માણસની ગંધ આવતી હોય તેમ તેનાથી દૂર રહેનારું
571 માણું મીઠું કરવું બાળકને પાછળ પીઠ પર બેસાડી 'એ-માણું-મીઠું લેવું છે?' એમ બોલતાં ફેરવવું
572 માતમપુરશી ખરખરો
573 માથે કરવી કોઈને તકલીફ પડે, ભોંઠામણ લાગે, સંકોચ થાય, રુચે નહિ તેવું કાંઈક અયોગ્ય કે યોગ્ય પણ કરવું
574 માથે તલવારનાં તોરણાં સામટી તલવારોનો હુમલો; સામટી આફતો વરસવી
575 માથે પાણી નાખવું લાંબી માંદગીમાંથી ઊઠેલ માણસને નવરાવવું, તે પ્રસંગે કાંઇક ભેટ દેવી
576 માનખ્યો જીવતર, મનુષ્ય અવતાર, માનવી તરીકેનો દરજ્જો
577 માનેતું માનીતું
578 મામલે માટી કજિયાટંટા કે ધીંગાણાના બનાવ વખતે મરદ હોય તે
579 માયકું પિયર
580 માયર જાણકાર, અનુભવી