Total Visitor: 1,210,251
Added Words: 1,096
No Word Word Meaning
601 મેરુમણિ માળાનો વચલો મુખ્ય ઊભો ફૂમતાવાળો, વધારાનો બેવડા કદનો મણકો (૨) કળશસમું વ્યક્તિત્વ
602 મેષપાત્ર નમાલું
603 મૈયારણ મહી વેચનારી, ગોવાળણી, મહિયારી
604 મૉર્ય અગાઉને વખતે
605 મૉશલ દેણદારને ઘેર માથે બેસીને તાબડતોબ લેણું વસૂલ કરવા મોકલવામાં આવતો લેણદારનો માથાભારે માણસ
606 મૉં ફટ ફાટ્યું ફાટ્યું જેમ આવે એમ બોલનારો, ઉદ્ધત
607 મૉં શરમ મોઢમોઢ વાત કરવાથી થતું દબાણ
608 મોઢામાં નાખતાવેંત ગોરગોર થઈ જાય તેવું ખસ્તું, ફરસું (ગોર : છાણનો ભૂકો, તેવું થાય તેવું)
609 મોઢે મલક આખાની ચોવટ ને નાકે લીંટ બીજાને ઉપદેશ કરવો ને પોતે આચરણમાં મીંડું; મરાઠીમાં 'મી મ્હણતો લોકાલા અન શેબુંડ માઝ્યા નાકાલા.'
610 મોરુસી બાપદાદાની વારીનું
611 મોરુંકું અગાઉનું, જૂનું પ્રાચીન
612 મોળે માવઠું નહિ ને દૂબળે પાવઠું નહિ અછતમાં ઊલટી અછત ઉમેરાય છે. દૂબળા ઢોરને પાઠે પણ માંસ ન હોય. 'દુકાળમાં અધિક માસ,' 'ભૂખ્યા પૂંઠે એકાદશી.'
613 મોવાસો ખોરડું, વસતું ઘર
614 મોશલી મોશલો, બોચલી, કૂંચલી માથું ગરદન અને કમ્મરના ઉપલા ભાગ સુધી પીઠ ઢંકાય એવી લાંબી લટકતી ટોપી
615 મોહર્રીર કારકુન (સિક્કો મારવાનું કામ કરનાર)
616 મોં સંતણું મોઢું સંતાડીને ફરનારું
617 મોં-દબામણી ઇજ્જત જાય એવી ગુપ્ત વાત ઉઘાડી પાડનારને ચુપ રાખવા સારુ દેવાતી રકમ
618 રગાડું રંગરેજને ત્યાંનું રંગ ઉકાળવાનું અથવા ન્યાત જમણમાં વપરાતું બેઉ બાજુ ઊંચકવાના કડાંવાળું મોટું ધાતુનું પવાલા આકારનું વાસણ
619 રસરાગી દીર્ઘસૂત્રીપણું, પ્રમાદ
620 રસવરણા રસિયા, રસિક