Total Visitor: 1,210,250
Added Words: 1,096
No Word Word Meaning
621 રહેમનજર મહેરબાનીવાળું વલણ, દયાદૃષ્ટિ
622 રંગે રૂડી ને ગુણે કૂડી ગોરી છતાં કુલક્ષણી સ્ત્રી
623 રંજાડી લોક રંજાડ કરનારા લોક, લૂંટારા
624 રંજિશ દિલગીરી
625 રાઈના દાણા જેવડી વાત રજે રજ વાત. 'એની રાઈના દાણા જેટલીયે વાત મારાથી છાની નહિ.'
626 રાગે સીધેઅવળે રસ્તે; અવળે રસ્તે
627 રાચમાં સારી સાવરણી એક અત્યંત ગરીબ અને સાધનહીન સ્થિતિ સૂચવે છે
628 રાનડુક્કર જંગલી સૂવર
629 રાભા જેવું જાડું
630 રામણ્ય દુ:ખકથા, લાંબી દુ:ખકહાણી; રોજની રામાયણ : ચાલુ અગવડ કે હાડમારી
631 રાવણખાં-જીવણખાં ભલા ભૂપ
632 રાવણમથ્થું મોટા માથાવાળું
633 રિયાત છૂટ, કન્સેશન, માફી
634 રિયાયત છૂટ, કન્સેશન, માફી
635 રીડિયારમણ બૂમાબૂમ, કોલાહલ, કકળાટ, ધમાલ, ગોકીરો
636 રીતું ખાલી
637 રૂ તો ઊજળું જ છે, પણ તે અંદર જતું રહ્યું છે માણસ સારો હોવા છતાં પરિસ્થિતિ વિકટ થઈ પડતાં તેનું સાચું મૂલ્યાંકન ન થઈ શકે તેવી સ્થિતિ સૂચવવા સારુ
638 રૂસવાઈ રિસામણું
639 રૂંઝ્યું ઢળવી સંધ્યાકાળનો સમય થવો
640 રૂંઝ્યું વળવી રૂંઝ્યું ઢળવી