Total Visitor: 1,210,251
Added Words: 1,096
No Word Word Meaning
641 રેખું જેવું યોગ્ય
642 રેતીમાં બંગલાં બાંધવાં તકલાદી રચના જે ટકોરો વાગતાં જ તૂટીને કકડભૂસ થાય; મલોખાંની મોલાત, મલેખાંનો માંડવો
643 રેંગુંપેંગું બાવળું, મુડદાલ, રેંજીપેંજી
644 રોખ્ખું જેવું યોગ્ય
645 રોખું જેવું યોગ્ય
646 રોજનામચો ડાયરી, રોજનીશી
647 રોજની કટકટ રોજની રામાયણ, રોજની ઉપાધિ, કજિયો
648 રોજંદારી રોજદારી, રોજની મજૂરી કે દા'ડી પર કામ કરવું તે, દા'ડિયું કામ
649 રોપણહારો રોપવાવાળો
650 રોળ્ય ચંદનની કે કંકુની પીયેળ કપાળે એકથી બીજા લમણા સુધી કરે તે; લીટી
651 લઠિંગણ લઠ્ઠ જેવો મજબૂત માણસ
652 લથડાટ લથડવું તે
653 લદ્દૂ લાદવાના ઉપયોગનું
654 લદાઉ લાદવાના ઉપયોગનું
655 લબરકી જીભ કાઢીને તરત પાછી ખેંચી લેવી તે, લબકારો (૨) લૂ લાગવી તે
656 લબ્ય કોઈ કામ કરવાની ફાવટ, પકડ
657 લહતું મભમ, મોઘમ, લહતું બોલવું એમ કહેવાય છે
658 લંડોરો નિરંકુશ ચોકરો - ખાસ કરીને રાંડીરાંડનો
659 લાખ તકદીર, એક તદબીર અક્કલ કોઈના બાપની નહિ; અક્કલ તકદીરને પલટો લેવરાવી શકે
660 લાખોણી લાખેણી, લાખ ગુણવાળી