Total Visitor: 1,210,255
Added Words: 1,096
No Word Word Meaning
661 લાગાલેતરી મોસમે લેવાતા કરવેરા, દસ્તૂરી વગેરે
662 લાટેલાટ થોકબંધ, ટોળેટોળાં
663 લાડોલાડી વરકન્યા
664 લાદોડા મોટા ગાંસડા, ધોબીના પોઠિયા ઉપર લાદેલાં હોય તેવાં પોટલાં, ભારે વજન
665 લાસામાં લોટવું, લીસામાં લોટવું અત્યંત સહેલાઈથી કોઈ કામ કરી નાખવું; લાપસીમાં લીટા કરવા
666 લાંડા લફાકિયા લફંગા
667 લાંબકનો ગધેડો
668 લાંબી કસે ધવરાવવું અણખૂટ વાયદા કર્યે જઈને માગનરને થકવી મૂકવો
669 લિહાફ રજાઈ
670 લીમડા મઢ્યું ઘર લીમડાની ઘટાઓથી વીંટળાયેલું ઘર
671 લીરા ઉડાડવા ફુરજા ઉડાડવા
672 લુંબઝુંબ લેલુંબ, ઘટાદાર
673 લૂણી ધરોને તાણી જાય વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઊગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી
674 લેલામજલુ સાવ સુકલકડી, કંતાઈ ગયેલ, હાડપિંજર જેવું; લેલાની પાછળ ગાંડા થઈને બિયાબાંમાં વાંસ કરનાર મજનૂનો કિસ્સો ફારસી સાહિત્યમાં બહુ જાણીતો છે (લયલા, મજનૂ)
675 લેલુંબ ઘટાદાર
676 લેલુંબવું ભારથી નમી પડવું, લચી પડવું, લટકવું
677 લોકૈયેં લૌકિકે, કાણે, ખરખરે
678 લોચ કરવો અર્ધભાનમાં રહી રહીને બોલવું, ઝંખવું, ઝૂરવું (૨) ટૂંપવું, ઉખાડવું. લુંચન કરવું; જૈન સાધુઓ માથાના વાળને ઊંબેળીને ઉખાડી લે તે કેશલુંચન કહેવાય
679 લોંદા લેવા ખુશામત કરવી, માખણ લેવું, મસ્કો મારવો
680 વખ્ય પુનર્વસુ નક્ષત્ર