Total Visitor: 1,210,267
Added Words: 1,096
No Word Word Meaning
701 વસુ પૈસો (૨) ભરોસે સોંપાયેલું, એના ભરોસે સુપરત થયેલું, એને હવાલે થયેલું
702 વહુવારુ વહુઓનો વર્ગ
703 વંછો વણછો, છાંયો; ખેતરને શેઢે ઊગેલાં ઝાડનો છાંયો શેઢાના ચાસ ઉપર પડે તેથી સૂરજનો તડકો ઓછો મળે ને તેટલામાં બરાબર પાકે નહિ. (આ કારણે ઘણી વાર બે પાડોશી ખેતમાલિકો વચ્ચે કજિયા થતા હોય છે.)
704 વ્રેહમંડ આકાશ (મૂળ બ્રહ્માંડ)
705 વા-પાણી હવામાં ઊડી ઓગળી જઈ અલોપ થનારું, ફોગટ નિષ્ફળ થયેલું
706 વાઘોળ વડવાગોળ
707 વાચાવીર વાતોડિયો, મોઢાની વાતોમાં શૂરો
708 વાછરવેલિયો જેનો વાછુરવેલો મોટો હોય એવો; બચરવાળ
709 વાછરુના ટોળામાં ખોડી ગાઈ ડાહી ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કે આંધળામાં કાણો રાજિયો જેવું. મૂલ્યાંકન નિરપેક્ષ નથી, સાપેક્ષ છે એમ સૂચવાય છે. નાના મોટા વધુ નાનામાં, મોટા નાના વધુ મોટામાં એવું
710 વાટકીનું શિરામણ ટૂંકું સાધન
711 વાડ્ય ઠેકવી મનસ્વીપણે વર્તવું, સમાજની માન્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, ઉચ્છૃંખલ, નિરંકુશ વર્તન, સ્વૈરાચાર
712 વાડ્યમાં પડ્યા ઊછરવું લાલનપાલન વગર, કુદરતી ક્રમે ઊછરીને મોટા થવું, રામભરોસે ઊછરવું : 'ગરીબનાં છોરુ વાડ્યમાં પડ્યાં ઊછરે.'
713 વાલામૂઈ તારાં વહાલાં બધાં મરે એવા અર્થવાળી સ્ત્રીઓના મોઢની એક ગાળ
714 વાંધાવચકા વાંકું પાડવું, સાચાખોટા વાંક કાઢીને વાંધા પાડવા
715 વાંધાસાંધા ભંભેરણી
716 વિખ્યારસ વિષયરસ
717 વિધાત્રા પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી, વિધાત્રી
718 વિધાત્રા મળી હશે વિધાતાએ લખ્યું હશે, છઠ્ઠીના લેખ લખતી વેળા નક્કી કર્યું હશે તે મુજબ જ થશે. (છોકરાછોકરીની સગાઈની વાટાઘાટ વેળાએ બે પક્ષનાં માણસો વચ્ચે વપરાતો રૂઢિપ્રયોગ)
719 વિયાતલ વિયાયેલ
720 વિસમવું રાંધવા મૂકેલું અન્ન ચડીને પરિપક્વ થયા પછી તેની વરાળ અંદર જ મરીને સમાઈ જાય ત્યાં સુધી એને ઢાંકેલું રહેવા દેવું; જંપવું; શાંત થવું