Total Visitor: 1,210,289
Added Words: 1,096
No Word Word Meaning
741 શંભો દારૂખાનાની કે આગના ભડકાની એક રમત (૨) તોપમાં દારૂ ભરવાનો છ ફૂટ લાંબો સીધો ગજ
742 શ્વશ્રૂઘાટ સજાવટ, બનીઠનીને બહાર જવાની તૈયારી
743 શામજીભામજી હરકોઈ અજાણ્યો માણસ; નૂરિયોજમાલિયો, આલોમાલો
744 શામળુ પોચો, નમાલો, (ગુજરાતીઓ માટે મરેઠી લોકોમાં પ્રચલિત વિશેષણ, તિરસ્કારમાં), 'સાંભળ્યું' પરથી
745 શામળુભાઈ પોચો, નમાલો, (ગુજરાતીઓ માટે મરેઠી લોકોમાં પ્રચલિત વિશેષણ, તિરસ્કારમાં), 'સાંભળ્યું' પરથી
746 શાલપોત શાલના જેવા પોતવાળું ગરમ કે ગરમ-સૂતરાઉ લૂગડું કે સાડી
747 શિરટોચ શિરોમણિ, ઉચ્ચતમ
748 શિવજીના ગુણ ભૈરવ વગેરે ભૂતાવળ
749 શિવજીની જાન (હિંદી 'શિવજીકી બારાત') ભૂતાવળ; શિવજીની જાનમાં વેતાળ, ભૂત, ભેરવ, જોગણી એવાં બધાં ભૂતડાં જ હોય
750 શીઘડો સીગરો, લોખંડને ટીપતી વેળા પકડવાનું યંત્ર, સકંજો
751 શીપોલું ઊંદરડીનું ટેરવા જેવડું રાતુંચોળ બચ્ચું, ટેટું
752 શીંગડાં માંડવાં સામા થવું
753 શુગલો મનોરંજન થાય, મજા આવે તેવી પ્રવૃત્તિ, (મરાઠી : કરમણૂક)
754 શુતરમર્ગ શાહમૃગ
755 શેરડી વાંસે એરડી મોટાની ઓથે નાનાનું કામ અનાયાસે થઈ જાય તે; શેરડીને મળતી વિપુલ સિંચાઈથી શેઢે આવેલ એરંડાને અનાયાસે મુબલક પાણી મળી જાય તે પરથી
756 શેલંકો સાવજ પાતળી કમ્મરવાળો સિંહ, બહુ ઊંચી તોખમનો
757 શેવલાં ભા શેવલાં ભૂખે મરતા કાઠી દરબાર બૈયરની બીડીઓ વાળવાની મજૂરી પર દા'ડા કાઢે. પણ ગામમાં નીકળે ત્યારે કોડિયાનું તેલ મૂછે ચોપડીને ઍંટમાં ફરે. એક દિવસ ભૂલમાં જોડે દિવેટનો કકડો મૂછને ચોંટી રહ્યો તે દરબાર જાણે નહિ. કોઈએ
758 શેંટ્યે આવવું ફાવવું, અનુકૂળ આવવું કે હોવું, રુચવું
759 શોદું લુચ્ચું, ખંધું
760 શોરિશ શોરબકોર, કોલાહલ