Total Visitor: 1,199,450
Added Words: 1,096
No Word Word Meaning
721 વીરડો નદીમાં કે નદીને કાંઠે રેતી ખસેડી કે માટી ખોદીને કરેલો પાણીની સરવાણીઓ આવે એવો ખાડો કે ખાબોચિયું
722 વીસલ સીટી
723 વીંગ નાટકના તખ્તા પર પડદાની બેઉ બાજુઓ, જ્યાં ઊભેલું તમાશગીરોને ન દેખાય; નેપથ્યે ઊભેલું હોય તે વીંગમાં ઊભેલું કહેવાય
724 વીંછળવું માંજીને ધોયા પછી વાસણને છેલ્લે એક વધુ વેળા થોડે પાણીએ ધોઈ લેવું
725 વૅલબૂટા કાપડ, પથ્થર વગેરે ઉપરનું ભરત કે કોતરકામ અગર તેવી છાપવાળાં નકશીકામ
726 વૅલેરું વહેલું વહેલું
727 વૅવા વેવિશાળ (૨) વિવાહ, લગ્ન
728 વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક
729 વેણ્ય પેટનો દુખાવો, પેટનો ઘુમરડો; વેણ્ય આવવી : સ્ત્રીને પ્રસૂતિ વેળાએ થનારી પીડા (वेदना)
730 વેણીફણી ચોટલા અંબોડા કરવા (ફણી : કાંસકી)
731 વેદવાન વિદ્વાન વેદ-શાસ્ત્રો વગેરે ભણેલો
732 વેળુની ભીંત તકલાદી કામ
733 વેંડળ વ્યંડળ, નપુંસક
734 શગવટ પૂરેપૂરું, ટોચ સુધી, સંપૂર્ણપણે
735 શગૂફો કશી અજબ ઘટના (૨) ગબ્બારો
736 શપ્પથ સાચે જ, જીવના સમ
737 શબદ લેવો, વેણું લેવું ભજન ધોળ રાસગીતની કડી મોઢે કરવા સારુ કોઈની પાસેથી શીખવી. અગાઉ લખતાંવાંચતાં ન આવડતું ત્યારે ઘરની દીકરીઓ કે વહુવારુઓ રાસગરબા ધોળ લગનગીત વગેરે મોટેરાં બૈરાંઓ પાસેથી મોઢે બોલ લઈને શીખતાં, યાદ કરતાં, અને વળ
738 શરમણ બૌદ્ધ ભિક્ષુ, ત્યાગી, સંન્યાસી
739 શલોકો શૌર્યઘટનાનું ગીત, પોવાડો (મરાઠી)
740 શંખેપ સંક્ષેપ