Total Visitor: 1,198,760
Added Words: 1,096
No Word Word Meaning
761 સખળડખળ ઢીલું, વિકળ, વિસ્ખલિત
762 સગાંવાદ મામામાસીનાંને પોતાની વગનો લાભ આપવો તે
763 સજ કરવું સમારવું, રિપેર કરવું
764 સડડસટ ઝડપભેર; 'સડેડાટ' પણ વપરાય છે
765 સતવંતું પવિત્ર, પુણ્યશાળી, ચરિત્રવાન
766 સતવારો શાકભાજીની વાડીઓ કરનારી એક ખેડૂત કોમનો માણસ
767 સતિયું સત્યનિષ્ઠ, પુણ્યશાળી
768 સદ્યવિધવા તાજી રાંડેલ બાઈ
769 સદ્યવિવાહિતા તાજી પરણેલ બાઈ
770 સદાવ્રતી સંત સાધુબાવા, અતીત અહ્યાગતને ભોજન કે સીધું આપવાનો નિત્યનિયમ કે વ્રત પાળનાર જગ્યાધારી સંત કે મહંત
771 સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાન-વૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ
772 સબજ લીલું, હરિયાળું
773 સમજણહારો સમજુ નર
774 સમસમતું ધખતું, ધગતું, ઊકળતું
775 સમૂરતું સગાઈ પછી વરપક્ષ તરફથી કન્યાને કપડાં-દાગીનાની પ્રથમ ભેટ મોકલાય તે (સમુહૂર્તમ)
776 સરખીસમોવડી હેડીની, સરખી ઉંમર અને લાયકાતવાળી, સખી
777 સરગોસ છેલ્લી સફર; દક્ષિણ ધ્રુવ અને હિંદી મહાસાગર વચ્ચે આવેલો દરિયો જ્યાં દરિયાનો તમામ કચરો ભેગો થાય છે.
778 સરજ્યાં સરજાયાં, જનમ્યાં
779 સરજિત ભાગ્યામાં લખાયેલું, નિર્માયેલું
780 સરોડ્યે ચૂલે મૂકેલું ભાતખીચડી વગેરે અન્ન ચડી જવા આવવું, સરોડ્યે આવવું