Total Visitor: 1,198,064
Added Words: 1,096
No Word Word Meaning
801 સાસુ મરવાં સોયલાં, પણ ભાણાં ખડખડ દોયલાં સસુ મરે તેનું દુ:ખ ઓછું, પણ પાછલ કુટુંબ ઉઘાડું પડે ને માંહોમાંહે ક્લેશ થાય તે વસમું પડે
802 સાંઢેવાંઢે સ્ત્રીપુરુષ બન્ને એકલ દશામાં હોય તેમ
803 સાંધા, વાંધા, ને સૂટકા કોઈની મગજની કુંચિયું ફેરવવાની કળા; એકને આમ કે ને બીજાને આમ કે', આઘી પાછી કરે તે. સૂટકો : ખંધું સૂચન
804 સાંભળનારનો સાર ને બોલનારનો લખાર સાંભળનારે સારશિખામણ ગ્રહણ કરવાં, બોલનાર લવારો કરે તે તરફ ધ્યાન ન દેવું, સાંભળનારે સાર ગ્રહણ કરવો ને બોલનારાનો લખારો અવગણવો
805 સાંવરિયા શામળિયા
806 સાંસતો રે' સખણો રે', શાંત રે'
807 સાંસતો રે' સબૂર કર
808 સીજવું રાંધવા મૂકેલું અનાજ ચડ્યા પછી પરિપક્વ થવું
809 સીલબટ્ટા મસાલા વાટવાનો પથરો ને છીપર
810 સુખી થાઓ ને સવાયું ભોગવો નાનેરાંને આપવાનો આશીર્વાદ
811 સુઘરીના માળા જેવું જીંથરિયું, અસ્તવ્યસ્ત વાળવાળું
812 સુનકું ધાવું સોલો ઊઠવો, ધૂન ચડવી (કદાચ હિન્દી 'સનક' ઉપરથી)
813 સુવાણ્ય નરવાઈ, તંદુરસ્તી; સુવાણ્ય કરવી : આમોદ-પ્રમોદ કરવો; સુવાણ્યે : મોજપૂર્વક, કોઈ ખાસ કારણ વિના
814 સુવાણિયો વાર્ડ ઇસ્પિતાલનો કૉન્વેલેસન્ટ (માંદગી પછી શક્તિ મેળવવા પૂરતા કે મેળવતાં સુધી દવાખાનામાં રહેલા દર્દીઓનો) વોર્ડ
815 સુવારી દેવું મારી નાખવું
816 સૂકુ વગડાનું બોર એળે ગયેલું ફળ, Full many a flower is born to blush unseen; અજ્ઞાત અને કામમાં ન આવેલી માનવશક્તિ
817 સૂટકો ટુચકો (૨) પેંતરો (૩) મેલું સૂચન
818 સૂતક-સુંવાળું સ્નાનસૂતકનું સગપણ
819 સૂમનું ધન સેતાન ખાય અણહકની કમાણી અયોગ્ય માર્ગે જ વેડફાય, 'પાપનું ધન પ્રાછતમાં જાય.'
820 સૅરો મૉડ જે વરઘોડામાં વરને માથે મૂકે છે