Total Visitor: 1,198,462
Added Words: 1,096
No Word Word Meaning
821 સેલારવું પાણીના સેલારા મારવા
822 સેલું સહેલું, સહી શકાય તેવું
823 સૉજ મરામત, રિપેર
824 સો વાર બકો ને એકવાર લકો (લખો) બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું હોય તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું
825 સો'તું-સોતન સહિત, સાથે
826 સોજું નરમ સ્વભાવનું, અશરાફ, સોજું જાનવર; સોજ્જું : તાજું અને સક્કઈ
827 સોટું સોટી, સોટો
828 સોણામાંય સામો ન આવીશ તીવ્ર અણગમાના ઉદ્ગાર (સોણું; સપનું)
829 સોણુંસમણું સ્વપ્નું
830 સોનારજ સોનાના અતિઝીણા કણ ભલેલી માટી કે ધૂળ જે નદીઓ વગેરેને તળિયે ઘસડાતી માટી કે રેતીમાંથી ક્યારેક મળી આવે છે
831 સોળે કરવું ધોઈને પૂજા વગેરે પવિત્ર કામ કરવું
832 હઉવો ખેતરનો ચાડિયો (૨) હાઉ, બાઘડો
833 હજાર ગના માફ મરાઠી 'શંભર ખૂન માફ;' આગલી બધી ભૂલો અને વાંકાગુના માફ થઈ જાય એવું સારું કામ કરનારને શાબાસી આપતાં કહેવાય છે
834 હડચો-હલચો આવનારાં જનારાં રહેનારાં માણસો-મહેમાનો વગેરેની ભીડ
835 હડમદસ્તો ખાંડણીનો દસ્તો (૨) જાડા માણસ માટે પણ આ શબ્દ વપરાય છે
836 હડલદસ્તો ખાંડણીનો દસ્તો (૨) જાડા માણસ માટે પણ આ શબ્દ વપરાય છે
837 હડિયાદોટી દોડાદોડ, દોટાદોટ, હડી કાઢવી કે મૂકવી, દોડવું
838 હડેકાર કૂતરાને કાઢી મૂકવા સારુ હડેકાર કરે તે (૨) નફરત, વિષમ તિરસ્કાર
839 હનર કશું ખાવા કે માગવાની અણઘટતી જીદ કે વૅન; તેવું કરવાનું બાળકને ખંધું સૂચન કે ઇશારો
840 હનો કશું ખાવા કે માગવાની અણઘટતી જીદ કે વૅન; તેવું કરવાનું બાળકને ખંધું સૂચન કે ઇશારો