Total Visitor: 1,198,078
Added Words: 1,096
No Word Word Meaning
861 હાથ જગન્નાથ ને ઘર ગયાને કોઠો હાથનાં કાંડાં-બાવડાં એ જ જગન્નાથની જાત્રા, ને ઘરાઆંગણું એ જ અડસઠ તીરથ, જાતમહેનતનું ગૌરવ સૂચવવા કહેવાય છે.
862 હાથ પગ ગરમ, પેટ નરમ, સર ઠંડા, ઔર પીછે જો ડાક્ટર આવે, લગાઓ ડંડા નીરોગી શરીર રાખવા માટે ને નિરોગી છે એમ જાણવા માટે નુસખો આપતું ઉપયોગી જોડકણું
863 હાથલખાણ હસ્તપ્રત, હાથની લખેલી નકલ, છાપખાના માટે તૈયાર કરેલી કૉપી
864 હાથીને મણનો લાડુ હોય, મૂડી રાતબ ન હોય પ્રમાણ સૂચવવા સારુ વપરાય છે
865 હાર-મનું મનથી હારી જનારું, વાત વાતમાં મનથી હારી જનારું, હારણ મનોદશાવાળું
866 હાર્યે હાલવું કોઈ સ્ત્રી કે પુરુષ જોડે આડો વહેવાર રાખવો
867 હાલહજૂર તત્કાળ પરચો દેનારું; હાજરાહજૂર
868 હાંકલા હિલોળા, લહેરપાણી ને લાડવા
869 હાંકલો (હાક પરથી) શિકારીઓ વાઘ-દીપડાને ચોક્કસ જગ્યાએ લાવવા સારુ ચોમેરથી અવાજો કરે તે હાહાકાર કે હાકોટા
870 હિકારત તુચ્છકાર
871 હીરાદખણ સોપરીના ઝાડનું ફૂલ ('હીરાદખ્ખણ' નહિ)
872 હુલ લેવી હુલ એટલે એક જાતનો આશરે આઠદસ આંગળ લાંબો લોઢાનો અણીદાર ઉંદરપૂંછો સળિયો જેને બીજે છેડે એક ગઠ્ઠા સાથે લોઢાની કડીઓવાળી ત્રણચાર ઇંચ લાંબી પાંચસાત સાંકળીઓ જડેલી હોય છે. તાજિયા વખતે રોતાફૂટતા મુસલમાનો આવી હુલ
873 હુવા થયા
874 હૂડબળ દુ:સાહસ
875 હૂરબળ દુ:સાહસ
876 હૂહૂકાર ગર્જના, આતંક ઉપજાવનારી ત્રાડ, ભયાનક ધ્વનિ
877 હૂંફવવું હૂંફ આપવી
878 હેઠવાડે વહેતા પ્રવાહની નીચાણની બાજુ; વિરોધી શબ્દ - ઉપરવાડે, ઉપરવાસ
879 હેડવાસ વહેતા પ્રવાહની નીચાણની બાજુ; વિરોધી શબ્દ - ઉપરવાડે, ઉપરવાસ
880 હેમની દીવી જેવો હાથ કાંચનવરણો, રૂપાળો ને ઘાટીલો સીધા સોટા જેવો હાથ