| No | Word | Word Meaning | 
               
                  | 841 | હબક ખાવી | હેબતાઈ જવું | 
               
                  | 842 | હમઉંમર | સરખી ઉંમરનું | 
               
                  | 843 | હમખાસ | ખાસ, મુદ્દામ, સ્પેશિયલ | 
               
                  | 844 | હમજો | કાશ્મીરથી આથમણે આવેલી હંઝા ખીણનો રહેવાસી, હંઝા જાતિનો માણસ | 
               
                  | 845 | હમસાયો | પાડોશી | 
               
                  | 846 | હમસીન | સરખી ઉંમરનું; હેડીનું | 
               
                  | 847 | હરખ પાડવા જવું | શુભ પ્રસંગે કે શુભ પ્રસંગ બન્યે સગાંવહાલાંઓ-નાતીલાંઓએ હરખ દર્શાવવા બનેલ પ્રસંગવાળે ઘરે જવું તે | 
               
                  | 848 | હરડમાન | હનુમાન; હરમાન સરમાં આવવા : ધૂણવું; કશું કામ કરવાની કે કોઈ જોડે લડવાની ધૂન ચડવી | 
               
                  | 849 | હરમાન | હનુમાન; હરમાન સરમાં આવવા : ધૂણવું; કશું કામ કરવાની કે કોઈ જોડે લડવાની ધૂન ચડવી | 
               
                  | 850 | હરામ હમેલનું | વ્યભિચારથી પેદા થયેલું | 
               
                  | 851 | હરાયું મસ્તાન જ હોય | હરાયું ચરી ખાનારું ઢોર મસ્તાન જ હોય, અલમસ્ત જ હોય | 
               
                  | 852 | હરારત | ગરમી, ક્લેશ | 
               
                  | 853 | હરિચંદ્રે પાણી ભર્યાં | સતિયાને કપાળે દુ:ખ જ હોય | 
               
                  | 854 | હળદોળાટ | હડદો | 
               
                  | 855 | હવાલદિલ | ઊંચમનું, મન ઊંચું થઈ ગયું હોય તેવું | 
               
                  | 856 | હસાટીખળ | ઠઠ્ઠામશ્કરી | 
               
                  | 857 | હાઉકલો | મોઢે થવા પૂરતું મળવા આવવું | 
               
                  | 858 | હાઉં | બસ | 
               
                  | 859 | હાજરાહજૂર | અંગત ઘરોબો રાખનાર દેવીદેવતા | 
               
                  | 860 | હાટવાટું | ગામડાંમાં અઠવાડિયે નીમેલે વારે ભરાતી ગુજરી અથવા બજાર | 
              
               
                  | 
                        
                     |