| No |
Word |
Word Meaning |
| 781 |
સરોત |
સ્રોત, પ્રવાહ, સરવાણી |
| 782 |
સળંગણ |
અનુસંધાન (૨) નવેણમાં હોવું, સોળામાં હોવું, રસોડાના સોળમાં હોવું |
| 783 |
સળંગો |
સોસરું નીકળવું |
| 784 |
સવાદિયાના કાંકરા |
નાગરોમાં સ્વાદિયા અટક છે. સ્વાદિયા બધા ખાવાપીવાના પૂરા શોખીન. શાક તો જોઈએ જ. શાક ન હોય કે ન મળે ત્યારે, કમળકાકડી જેવડા ગોળ ગોળ કાંકરાઓ ધોઈ વઘારી તેમાં ચણાનો લોટ નાખી શાક બનાવે અને કાંકરા ચૂસી કાઢી નાખ |
| 785 |
સવાસૂરિયાં |
સવા સવા વરસને અંતરે જણેલાં |
| 786 |
સહાનુકમ્પા |
સહાનુભૂતિ, હમદર્દી, લાગણી, સમવેદના |
| 787 |
સંખેપ |
સંક્ષેપ |
| 788 |
સંચોડું |
માથાથી પગ સુધીનું |
| 789 |
સંજવારી કાઢવી |
ઝાડુ કાઢવું, વાસીદું વાળવું |
| 790 |
સંજવારી દેવી |
ઝાડુ કાઢવું, વાસીદું વાળવું |
| 791 |
સંદૃલ |
ચંદન,સુખડ |
| 792 |
સંધ્યાકરમ સાંતીડું ને કોદાળી ખટકરમ |
જે ભ્રામણો ખટકર્મ મૂકીને ખેડુ બન્યા તેમણે હળકોદાળીને જ ખટકર્મ ગણ્યાં ને મૂળ ખટક્ર્મ છોડ્યાનો વસવસો કદી માન્યો નહિ એ અર્થમાં. દા.ત. રુદ્રમાળ બંધાયા પછી ઉત્તર હિંદમાંથી આવેલા ભ્રામણો ઝાલાવાડમાં હળખેડુ બ |
| 793 |
સ્ટાપડી |
બારીબારણાંને બંધ કરાવાનો બોલ્ટ, ઇસ્ટાપડી |
| 794 |
સ્ટાપરી |
બારીબારણાંને બંધ કરાવાનો બોલ્ટ, ઇસ્ટાપડી |
| 795 |
સ્વાશ્રયીને કોઈની સાડીબાર નહિ |
જાતમહેનતુને કોઈની પરવા નહિ |
| 796 |
સ્વાસ ઉસ્વાસ |
શ્વાસોચ્છવાસ |
| 797 |
સાબદા થવું |
સાવધાન થવું, તૈયાર થવું |
| 798 |
સાભડથોબું |
મતિમંદ, ગમાર, રોંચું |
| 799 |
સામસામે |
એક જ કુટુંબમાંથી કન્યા લેવી તે બદલામાં દેવી |
| 800 |
સારાવાળું |
તાલેવંત, સમૃદ્ધ |
|
|