Total Visitor: 1,210,260
Added Words: 1,096
No Word Word Meaning
681 વગદ્યાં ભોંઠપ અને લાચારીભર્યા નિષ્ફળ પ્રયત્નો, હવાતિયાં, વ્યર્થ ફાંફાં, અટ્ટહાસ (દયાપાત્ર પ્રયત્નના અર્થમાં - મરાઠી)
682 વગા વગા માંડ માંડ, બેળે બેળે
683 વચક ચલણ, ઑ, દબાવ, વજન
684 વચનો વેરવાં વચન-વાયદા કરવામાં બહુ ઉદાર હોવું
685 વડવડનું સરખી ઉંમરનું, સમોવડિયું
686 વણમથ્યું વગર વલોવાયેલું
687 વણવિચાર્યું વિચાર કર્યા વિનાનું
688 વધ્યૅ વિધિએ, રીતે
689 વરવેલ્ય વરરાજાને બેસવાની વેલ્ય, ગાડી કે ગાંડુ
690 વરુનો સૂરજ સાઇબીરિયામાં ચંદ્રને વરુનો સૂરજ કહે છે-વરુ રાતે બહાર નીકળે છે તે માટે
691 વલવલો આવેગ
692 વલાળો લાંબીલચક વાત, વાતુંના વલાળા, અલકમલકની વાતો, ગામગપાટા
693 વળકવળનું કવખતનું, અશુભ વાક્ય (મર્મ વાક્ય)
694 વળપના વિલાપ
695 વળામણાં વિદાય આપવાની ક્રિયા
696 વળોટ રીતભાત, અણસાર, Bearing (૨) આશરે (ગણતરીમાં), જેમ કે 'વરસવળોટ' : આશરે એકાદ વરસ
697 વળોટાવવા જવું વળાવવા જવું
698 વશિયલ કાળોતરો નાગ
699 વસતું આબાદ
700 વસંભો અભાવ, વિયોગ