Total Visitor: 1,210,251
Added Words: 1,096
No Word Word Meaning
581 માયલીકોર ભીતર, અંદર
582 મારા જીઆનું જીવને વહાલું (વહાલની ગાળ રૂપે ઝાલાવાડમાં ખેડૂત-કારીગર વર્ગમાં પ્રચલિત)
583 મારે કૂલે કરમ છે એવાં એને કપાળેય નથી મારી નબળી સ્થિતિ એની સારી સ્થિતિ કરતાં ચડિયાતી છે
584 માલીકોર ભીતર, અંદર
585 માલીપા ભીતર, અંદર
586 માવજો મુઆવજો, વળતર
587 માંયલા ગુણ મહાદેવ જાણે અંદરના ભેદની જાણ હોય તેને જ હોય; ખરી કીમત એ જ જાણે, બધા ન જાણે; 'મહાદેવજીના ગુણ ઉમિયા જાણે,' 'મહાદેવજીના ગુણ પૂજારી જાણે.'
588 મીઠાશે મૂડો મળે, કડવાશે કોળિયો ન મળે મૂડો એટલે ૪૦ મણ અનાજ
589 મીણો ભણવો હાર કબૂલવી
590 મીણો ભણાવવો જેર કરવું
591 મુજરા ભરવા કુર્નેસ કરવી, સલામ ભરવી
592 મુશ્ટંડો રીઢો ઠગ
593 મુશ્ત મૂઠી
594 મુશારો પગાર, વેતન
595 મુહલત મહેતલ
596 મુંફટ આખાબોલો
597 મૂઓ થતો પીટ્યો, મૂઓ (ગાળ)
598 મૂઓ થતો છો મરતો; એને કરે તેમ કરવા દો, છો એનાં માઠાં પરિણામ ભોગવે
599 મૂઠી વાવે ને ગાડું લાવે એક બીના હજાર દાણા થાય
600 મૂવા પાછળ મરશિયા મરશિયા એટલે મરેલાની પ્રશસ્તિ; મરશિયા રીતસર ગાવા જોઈએ નીકર 'જોણું, રોણું ને વગોણું' થાય